મહીસાગર જિલ્લા વન વિભાગ દ્વારા સોમવારના રોજ એલર્ટ જાહેર કરાયું હતું. જિલ્લા વન વિભાગ દ્વારા સંતરામપુર કડાણા અને લુણાવાડાના જંગલની આસપાસના ગામોને ચેતવણી અપાઈ છે, કે જંગલની નજીકના ગામ અને નદી કાંઠા વિસ્તારમાં વારંવાર વાઘના હુમલાને લઈ વન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, ગામના લોકોએ કોઈએ ખેતરમાં સૂવું નહીં અને બાળકો અને મહિલા સાંજના સમયે બહાર ન જવું અને રાત્રીના સમયે જૂથ બનાવી ચોકી કરવા આદેશ અપાયા છે.
આ ઉપરાંત વાઘ દ્વારા જો આપના પશુને નુકસાન થશે તો ગાય ભેંશ માટે 30 હજાર, ઉંટ, ઘોડો, બળદ માટે 25 હજાર તેમજ ઘેટાં-બકરા માટે 3 હજારની સહાય ચૂકવવાની વન વિભાગ દ્વારા જાહેરાત કરાઈ છે.