મહીસાગર: જિલ્લામાં અત્યાર સુધી 43 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જિલ્લાના વડામથક લુણાવાડામાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ મહિલા નર્સનો નોધાયો હતો.

કલેક્ટર દ્વારા Covid-19 પોઝિટિવ કેસ નીકળતા વિસ્તારમાં સંક્રમણ વધે નહીં તે માટે આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમા અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાની આરોગ્ય કાર્યકરોની ટીમ દ્વારા દૈનિક ધોરણે નિયમિત હેલ્થ સર્વે કરી સાથો સાથ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાના આયુષ તબીબ ડૉ.કલ્પેશ સુથારના માર્ગદર્શન હેઠળ લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ ભાઈ મોઢીયાની સૂચનાથી કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારતી હોમિયોપથીક દવા ARSENICUM ALBUM 30 Cનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

આ કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં 1200 ડોઝ હોમીયોપેથીક દવા અર્સેનિક આલ્બમ 30નું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ કોરોના પોઝિટિવ મહિલા નર્સ જનરલ હોસ્પિટલમાં નોકરી કરતા હોવાથી હોસ્પિટલમાં સેનેટાઇઝ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.