બેઠકમાં અધયક્ષ સ્થાને કલેક્ટર આર.બી. બારડે જણાવ્યું હતું કે, ગત વર્ષે જિલ્લામાં થયેલ ઓછા વરસાદને કારણે ગામોમાં પીવાના પાણીની તંગી રહેવાની સંભાવનાઓ છે. ઉનાળામાં પીવાના પાણીની મુશકેલીઓ ન સર્જાય તે માટે વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાઓ તેમજ જુથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત છે. ગામની અંદરની વિતરણ વ્યવસ્થા ગ્રામ પંચાયતો દ્વારા કરવાની રહેશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા જે યોજના સુચારૂ રીતે સંચાલન થાય તે માટે સરપંચએ જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. જેમાં બેદરકારી દાખવવામાં આવશે તે પંચાયત ધારાની કલમો મુજબ જે તે ગ્રામ પંચાયત ઉપર પીવાના પાણીની જરૂરીયાત પુરી ન પાડવા માટે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગામોએ વ્યક્તિગત પાણી પુરવઠા યોજના જુથ પાણી પુરવઠા યોજનાના પાણીનો બગાડ ન થાય તથા ગ્રામજનો દ્વારા ખેતી જેવી કામગીરી માટે ઉપયોગમાં ન લેવાય તે માટે સઘન કાર્યવાહી પંચાયતને કરવાની રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલ હેન્ડપંપો પર મોટર બેસાડવાની પણ ફરિયાદો મળે છે. જે હેન્ડપંપો ઉપર મોટર બેસાડવામાં આવી હોય તે તાત્કાલિક દૂર કરી હેન્ડપંપનો સ્થાનિક રહીશોને પુરતો લાભ મળે તે માટે સરપંચ ગ્રામ પંચાયત કાર્યવાહી કરવાની રહેશે. જિલ્લાના ગામોમાં બંધ પડેલા હેન્ડપંપોને રીપેર કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં, કાર્ય પાલક ઇજનેર (પાણી પુરવઠા) અધિકારી, મામલતદારો તેમજ અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.