મહીસાગર : જિલ્લા આરોગ્ય અધિકારી ડો એસ.બી.શાહ લુણાવાડાના ખાનપુર તાલુકાના ભગતના મુવાડા ગામ કે જેને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે તેની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના તબીબો પણ જોડાયા હતા.
આ તકે ડો.શાહે મુલાકાત દરમિયાન કન્ટેન્મેન્ટ ઝોનમાં આવેલા તમામ ઘરની મુલાકાત લઈ દરેકને આરોગ્યની સાથે આયુર્વેદિક ઉકાળો, આર્સેનિક આલ્બમની ગોળીઓ મળી છે કે નહી તેની જાણકારી મેળવી સૂચનાઓનું પાલન કરવા સલાહ આપી હતી.
આ ઉપરાંત ડોક્ટર શાહે મુલાકાત દરમિયાન 22 ઘરમાં 82 લોકોની વસ્તીને હિસાબે તમામને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા દરરોજ દ્વારા તપાસ તેમજ પોઝિટીવ કેસ ધ્યાનમાં આવે તો તેમને સારવાર અને માર્ગદર્શન આપવાની સાથે નિયમિત રીતે રોજ સતત પાંચ દિવસ સુધી આર્સેનિક આલ્બમ અને વિટામિનની ગોળીઓ તથા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું. ઉપરાંત ડોક્ટર શાહે કન્ટેન્મેન્ટ ઝોનમાં નાગરિકોને ઘરની બહાર ન નીકળવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને માસ્ક પહેરવાની સૂચના આપી હતી.