લુણાવાડા: જો કે, હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. શનિવારના રોજ નોંધાયેલ 10 કેસમાંથી બાલાસિનોર ગ્રામ્યના 6 કેસ, લુણાવાડા ગ્રામ્યમાં 2 કેસ, ખાનપુર અને સંતરામપુર ગ્રામ્યમાં 1-1 કેસ નોધાયા છે. જેથી આરોગ્ય વિભાગ સજાગ થયું છે. હાલ જિલ્લામાં 79 દર્દીઓ સારવાર હેઠળ છે.
- કુલ પોઝિટિવ કેસ 1,162
- કુલ નેગેટીવ રીપોર્ટ 59,010
- કુલ હોમ કોરોન્ટાઈનમાં 259
- કુલ સક્રિય કેસ 79
- કુલ ડીસ્ચાર્જ 1,042
- કુલ મૃત્યું 41
અત્યાર સુધીમાં કોરોનાના કારણે 41 લોકોએ જીવ ગુમાવ્યો છે. શનિવારે વધુ 9 દર્દીઓ સ્વસ્થ થતા અત્યાર સુધીમાં કુલ 1,042 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 59,010 વ્યક્તિઓના કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 75 દર્દીઓ સ્થિર હાલતમાં છે અને 4 દર્દીઓ ઓક્સિજન પર છે. આમ જિલ્લામાં કુલ 79 દર્દીઓ સારવાર હેઠળ છે.