ETV Bharat / state

મહીસાગર કલેકટરે રાષ્ટ્રીય માર્ગદર્શિકાનું પાલન કરવા કહ્યું...

author img

By

Published : Apr 21, 2020, 10:00 PM IST

કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-19 વ્યવસ્થાપન માટે જિલ્લા કલેકટર આર.બી બારડે રાષ્ટ્રીય માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ શહેરીજનોને સુચનાઓનું પાલન કરવા કહ્યું છે.

Etv Bharat
mahisagar

લુણાવાડાઃ કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-19 વ્યવસ્થાપન માટે જિલ્લા કલેકટર આર.બી બારડે રાષ્ટ્રીય માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ શહેરીજનોને સુચનાઓનું પાલન કરવા કહ્યું છે. જે સુચનાઓ નીચે મુજબ છે.

(1) જાહેર સ્થળો :-

  • જાહેર સ્થળોએ ફરજીયાતપણે માસ્ક પહેરવાનું રહેશે.
  • જાહેર સ્થળો, કામના સ્થળો અને પરીવહનનો હવાલો ધરાવતાં તમામ વ્યક્તિઓએ ભારત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સુચનાનુસાર ફરજીયાતપણે સોશિયલ ડિસ્ટેન્સીંગનું પાલન કરવાનું રહેશે.
  • જાહેર સ્થળોની કોઈપણ સંસ્થા/મેનેજરે 05 થી વધુ વ્યક્તિઓ સાથેનું કોઈપણ આયોજન કરી શકાશે નહીં.
  • લગ્નપ્રસંગે તેમજ અંતિમવિધિ માટે જીલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગી આપવામાં આવે તે રીતે અમલ કરવાનો રહેશે.
  • જાહેર સ્થળો ઉપર થુંકવા બદલ દંડની શિક્ષા કરવામાં આવશે.
  • દારૂ, ગુટખા, તમાકુ વિગેરેનાં વેચાણ ઉપર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને જાહેરમાં થુંકવા પર પ્રતિબંધમુકવામાં આવે છે.

    (2) કામનાં સ્થળો :-
  • તમામ કામનાં સ્થળોએ ટેમ્પરેચર સ્કેનીંગ અને સેનેટેરાઈઝેશન પુરતાં પ્રમાણમાં અનુકુળ જગ્યાએ ઉપલબ્ધ કરાવવાનાં રહેશે.
  • પાળી(સીફટ) બદલતી વખતે એક કલાકનો સમયગાળો મળી રહે તે રીતે સીફટ બદલવાની રહેશે. રીસેસના સમયગાળા દરમ્યાન કામદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગનું અચુકપણે પાલન થાય તેની ખાત્રી કરવાની રહેશે.
  • 65 કે તેથી વધુ ઉંમર ધરાવતા વડીલો, માતા-પિતા, સીનીયર સીટીઝનની સાર-સંભાળ રાખવી અને તેમને બિમારી હોય તો યોગ્ય સારવાર કરાવી લેવી. પાંચ વર્ષથી નાના બાળકોને પ્રોત્સાહન મળે તેવી પ્રવૃતિમાં/કામ ઘરમાંથી કરી શકે તે રીતે ઘ્યાન રાખવું.
  • ખાનગી તેમજ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ આરોગ્ય સેતુનો વધુમાં વધુ ઉ૫યોગ કરવો.
  • ફેકટરી/યુનિટમાં કામગીરી માટેની કારીગરો/કર્મચારીઓની સીફટ (પાળી) બદલાય ત્યારે કામના સ્થળોનું સેનેટાઇઝ કરવાનું રહેશે.
  • મોટી મીટીંગ/બેઠક ઉ૫ર પ્રતિબંધ રહેશે.

    (3) ઉત્પાદન કરતા એકમો :-

  • સફાઇ, સ્વચ્છતા નિયમિત ફરજીયાત૫ણે કરવાની રહેશે. તેમજ યોગ્ય માત્રામાં યોગ્ય જગ્યાએ હેન્ડવોશની ગોઠવણી કરવાની રહેશે.
  • કામકાજના સ્થળે આવેલી કેન્ટીનમાં જમવાના સમયે સામાજીક દુરીનો ભંગ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. આવી જગાએ એક સાથે બધા એકઠા ન થઇ તેની ગોઠવણ કં૫ની દ્વારા કરવાની રહેશે.
  • આંતરિક વાતચીત દરમિયાન ખાસ કાળજી રાખવી અને સ્વચ્છતા જાળવવા માટે પુરતી તકેદારી રાખવા અને આ બાબતે અવાર-નવાર તાલીમ/સુચનાઓ આ૫વાની રહેશે.

    આમ, કલેક્ટરે ઉપર મુજબની તમામ સુચનાઓનુ પાલન કરવા શહેરીજનોને જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.