મહિસાગર: કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે જિલ્લાના વિવિધ ગામોમાં શ્રમિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ફરતા દવાખાના દ્વારા વિવિધ વિસ્તારમાં ઉકાળા વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-03-ukado-vitaran-script-photo-2-gj10008_09052020184158_0905f_1589029918_638.jpg)
જેમાં સંતરામપુર નગરપાલિકાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તથા મલેકપુર વિસ્તારમાં આશરે 14,000 લાભાર્થીઓને અંદાજે 450 લીટર જેટલા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.