મહીસાગર: બાલાસિનોર ખાતેની ICICI બેન્કના મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલનો મૃતદેહ મળી આવ્યો છે. વિશાલ પાટીલ પોતાની કારમાં 1 કરોડ 17 લાખ રૂપિયા લઈ દાહોદ ICICI બેંક જઈ રહ્યો હતો. દાહોદ ખાતે આવેલી ICICI બેન્કમાં તે પૈસા જમા કરાવવાના હતા. તે સમયે રાત્રીના 11 ના સમયે થઈ લૂંટ વીથ મર્ડર ઘટના બની છે. સંતરામપુર થી ગોધરા તરફ જતા રસ્તામાં વિશાલ પાટીલની ગાડી આગમાં બળીને ભડથું થઈ હતી. પોલીસે ઘટના સ્થળની મુલાકાત કરી સઘન તપાસ કરતાં એક ઇસમ પર શંકા જતાં તેની ધરપકડ કરી હતી.
"બાલાસિનોર ICICI બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલ ગઈ કાલે દોઢેક વાગ્યાના સુમારે પોતાની બેન્ક માંથી 1 કરોડ 17 લાખ રૂપિયા લઈને દાહોદ બ્રાંચમાં જમા કરાવવા જતા હતા. તેમની ગાડી રાત્રીના 11 વાગ્યાના સુમારે ગોધરાની સીમમાં સળગેલી મળતા તેમજ તેના સગા સબંધીઓને ફોન કરતાં વિશાલભાઈ ફોન ઉપાડતા ન હતા. ગાડી સળગતા જાણ થતાં, એમના જે રીજીયોનલ મેનેજર પણ રાત્રિના આવી ગયેલા અને જાણવા મળેલું કે, તેઓ બેન્કમાંથી 1 કરોડ 17 લાખ લઈને નીકળેલ જાણવા મળેલ છે. તપાસ દરમિયાન જાણવા મળેલ કે તેમનો મૃતદેહ કડાણા રોડ પર ડાહ્યાપુર પાસે પડેલો છે. તેની તપાસ ચાલુ છે."-- પી.એસ.વળવી, (dysp,મહીસાગર)
પોલીસને મોટી સફળતા: મહિસાગરમાં બેંક મેનેજર વિશાલ પાટીલની પૈસા મામલે હત્યા કરાઈ હતી. મેનેજરને ગોળી મારીને હત્યા કરાઈ હતી. મોડીરાત્રે કારમાં આગ લાગતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં મેનેજરનો મૃતદેહ કડાણા રોડ પર ડાહ્યાપુર પાસેથી મળી આવ્યો છે. પોલીસે તપાસમાં વધુ વિગતો સામે આવી હતી. બેંક મેનેજર 1 કરોડ 17 લાખની રકમ લઇને જઇ રહ્યા હતા, ત્યારે એક ઇસમે ગોળી મારીને તેમની હત્યા કરી હતી.
રોકડ રકમ પણ રિકવર: આ દરમિયાન બેંક મેનેજર પાસે મોટી રકમ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તેમની હત્યા થઈ હોવાનું પોલીસ અનુમાન કરી રહી હતી. આ કેસમાં પોલીસે તપાસ તેજ કરી દીધી હતી. બેંક મેનેજર વિશાલ પાટીલની પૈસા મામલે હત્યા કરાઈ હતી. મહત્વનુ છે કે, સંતરામપુર LCB પોલીસ દ્વારા શકમંદની ધરપકડ કરી દેશી કટ્ટા સહિત રોકડ રકમ પણ રિકવર કરવામાં આવી છે. હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.