મહીસાગરઃ ભારત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને સમાજ સુધી પહોંચાડવા અને લોક જાગૃતિ લઇ આવવાના ઉદેશથી મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામમાં ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય અધિનસ્થ ક્ષેત્રિય લોકસંપર્ક કાર્યાલય ગોધરા દ્વારા જનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન મિશન ઈન્દ્રધનુષ-2, સ્વચ્છ ભારત મિશન, બેટી બચાવો બેટી પઢાવો તથા પોષણ અભિયાન જેવી જનકલ્યાણકારી યોજનાઓ પર સવિસ્તૃત માહિતી પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય અમદાવાદના રજીસ્ટર કલાકારો દ્વારા ડાયરના માધ્યમથી ઉપસ્થિત ગ્રામજનોને આપી ગ્રામજનોમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે જાગૃત કર્યા હતાં.
આ સમગ્ર આયોજિત કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા તેમજ પ્રશ્ન મંચ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજિત ચિત્ર સ્પર્ધામાં સ્પર્ધકોએ બેટી બચાવ બેટી પઢાવ, સ્વચ્છ ભારત અભિયાન તેમજ પાણી બચાવો પર સુંદર ચિત્રો દોરી સરકારની યોજનાઓ સમાજ સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું. ચિત્ર સ્પર્ધા તેમજ પ્રશ્ન મંચ સ્પર્ધાના વિજયી સ્પર્ધકોને ક્ષેત્રિય લોકસંપર્ક કાર્યાલય ગોધરા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના ડૉ.પરમાર, ડૉ.દેવેન્દ્ર શાહ, ડૉ.અનંત શાહ, જિલ્લા પંચાયતના સભ્ય જવાન સિંહ, સરપંચ ચંદુભાઈ, શિક્ષા વિભાગના કર્મચારીઓ તેમજ ઓથવાડ ગામના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનુ આયોજન માહિતી પ્રસારણ વિભાગ-ગોધરાના સંજયભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.