મહીસાગર : નશાની હાલતમાં TDO એ વડોદરાના પરીવારની એક કારને અકસ્માત કરી ગંભીર ઇજાઓ પહોંચાડી છે. બાબલીયા ચોકડી પાસે થયેલા અકસ્માતમાં વડોદરાના વકીલ પરિવારને ગંભીર ઇજાઓ પહોંચી છે. પુર ઝડપે કાર હાકનાર TDO અકસ્માત બાદ રૂઆબ બતાવી વકીલ પરીવારને ધમકાવતા હતા. આ સમયે દારૂના નશામાં TDO ગાડી માંથી નીકળ્યા બાદ હોશમાં પણ ન હતા, ત્યારે આ અકસ્માતની જાણ બાકોર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં વકીલના પરિવારને ઇજા : વડોદરાના વકીલ પરિવાર પોતાની કારમાં રાજસ્થાનનો પ્રવાસ કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે બાબલીયા ચોકડી પાસે પાછળથી પૂર ઝડપે આવતી ઇનોવાએ અકસ્માત સર્જાતા પરિવારના લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમજ કારને નુકસાન થયું હતું. પુર ઝડપે કાર હંકારનાર નશામાં ધૂત વાહન ચાલકે પોતે TDO હોવાનો રૂઆબ બતાવી ફરીયાદી અને પરિવારને ધમકાવ્યો હતો. જોકે, નશામાં ઊભા રહેવાનો હોશ ગુમાવી ચુકેલા આ સરકારી બાબુ વિરુદ્ધ ફરીયાદીએ ફરિયાદ નોંધાવતા બાકોર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે TDO સામે તપાસ : નશામાં ધૂત સરકારી કર્મચારી આરોપી ભુપેન્દ્ર ધુળાભાઇ સોલંકી રહે. આઇ.ટી.આઇની સામે પાલનપુર, બનાસકાંઠાએ પોતાની ઈનોવા ગાડી નંબર GJ-08- BH-9366ની બેફિકરાઈ અને ગફલતભરી રીતે પુર ઝડપે હંકારતા હતો. પોતે સરકારી કર્મચારી હોવા છતાં દારૂ પીને વાહન ચલાવી ફરીયાદી વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે વકીલાતનો વ્યવસાય કરતા નેહલભાઈ દવેની એમ.જી.હેકટર ગાડી નંબર GJ-06-PL-7198 ને પાછળથી અથડાવી હતી. એકસીડન્ટ કરી ફરીયાદી અને સાહેદને પાછળ કમરના ભાગે મુઢ માર ઇજા કરી, ફોરવ્હીલ ગાડીને આશરે બે લાખ જેટલું નુકસાન કરી તેમજ પોતાના વાહનને પણ નુકસાન પહોંચાડી ગુનો કર્યા બાબતે બાકોર પોલીસે નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Patan News : માતાજીની માનતા પુરી કરીને આવતા ભક્તોને નડ્યો અકસ્માત, એકનું મોત છ ઈજાગ્રસ્ત
Jamnagar Accident: ધોરાજી- કાલાવડ હાઇવે પર ટ્રકના ટાયર નીકળતા અકસ્માત, એકને ગંભીર ઈજા
Surat News : સ્માર્ટ સિટીના રસ્તાઓ અકસ્માત માટે કારણભૂત, સ્થાનિકોએ ડાળકીઓ મુકી ચેતવણી આપી