મહીસાગરઃ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કરીયાણાની દુકાનમાં એક્ષપાયરી ડેટના ઠંડા પીણાં અને અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાની જાણ મામલતદારને થતા તેમણે પોલીસ સાથે સ્થળ પરની દુકાનમાં રેડ પાડતા તેમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેથી તમામ અખાદ્ય જથ્થો સિઝ કરી દુકાનને સિલ કરવામાં આવી છે.
![દુકાનમાં એક્ષપાયર થયેલ ખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો મળતા મામલતદારે તેમજ પોલીસે દુકાનને કરી સીલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-04-expire-goods-seal-script-photo-2-gj10008_19042020184653_1904f_1587302213_935.png)
મોડાસા રોડ પર આવેલી વિશાલ પ્રોવિઝન સ્ટોર નામની કરીયાણાની દુકાન પર એક્ષપાયરી ડેટના ઠંડા પીણાં, ખાદ્ય ચીજ વસ્તુઓની વેચાણ થઇ રહ્યું છે.તેવી જાણ લુણાવાડા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન થતા પોલીસે મામલતદાર કચેરીને જાણ કરતા નાયબ મામલતદારે સ્થળ પર તપાસ કરતા જૂની એક્ષપાયરી થયેલી અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો દુકાનમાંથી મળી આવતા લુણાવાડા પોલીસ દ્વારા આ તમામ અખાદ્ય જથ્થો સિઝ કરી દુકાનને સિલ કરવામાં આવી છે.