મહીસાગર વન વિભાગ તરફથી મળેલ લક્ષ્યાંક વડતર વનીકરણ મોડેલ M2 હેઠળ ગજાપગીના મુવાડા ફરતે 16300 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચારખાડાની વચ્ચે 5,000 જેટલા બીજનું વાવેતરકરવામાં આવ્યું છે. જિલ્લાના બાલાસિનોર તેમજ વિરપુર તાલુકામાં 2 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
જેમાં ગરમાળો, કણજ, સાગ, શીશમ, ખેર, વાંસ, અને સાદળના રોપાઓ અંદાજે 19 હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યા છે. જેના કારણે પર્યાવરણમાં જે ગ્લોબલ વોર્મિંગ છે. તેમાં સુધારો થાય તેવા મહીસાગર જિલ્લા વન વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વન વિભાગ દ્વારા સમયાંતરે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિવિધ વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે વરસાદી મોસમમાં મહીસાગર વનવિભાગે માર્ગની આસપાસ વૃક્ષોના સેંકડો રોપાનું વાવેતર કર્યુ છે. ચોમાસાની સિઝન પહેલા તો ખાસ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. પડતર અને ગૌચર જમીનોમાં સરકાર દ્વારા આ કામગીરીથી પર્યાવરણ પ્રેમીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.