લુણાવાડા: જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સુરક્ષા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે લુણાવાડામાં તંત્ર દ્રારા શનિવારે એસ.ટી બસ સ્ટેશન, બસ સ્ટેશનમાં આવેલી ઓફિસો, કંટ્રોલરૂમ, રિઝર્વેશન રૂમ, એસ.ટી. સ્ટોલ સહિત દરેક જગ્યાને સેનિટાઇઝેશન કરવામાં આવ્યુ હતું.
લુણાવાડા એસટી ડેપોના મેનેજરે જણાવ્યું હતું કે, લુણાવાડા એસટી બસ સ્ટેશન, બસ સ્ટેશનમાં આવેલ ઓફિસો, કંટ્રોલરૂમ, રિઝર્વેશન રૂમ, એસ.ટી. સ્ટોલ સહિત દરેક જગ્યાને સેનિટાઇઝેશન કરવામાં આવ્યુું છે. તેમજ એસ.ટી વર્કશોપ સહિત વર્કશોપ ખાતે રહેલી બસોનેે અંદર અને બહારથી સેનિટાઇઝેશન કરવામાં આવ્યું છે. કારણ કે જો લોકડાઉન ખોલવામાં આવેતો લોકોને કોરોનાના સંક્રમણથી બચાવી શકાય તે માટે બસોને સેનિટાઇઝેેેેશન કરવામાં આવ્યું છે.