મહિસાગર: LCB પોલીસે લુણાવાડા કોટેજ ચોકડી પાસે નાકાબંધીમાં હતા. તે વખતે એક શંકાસ્પદ વર્ના ગાડી રસ્તામાં ઉભી રખાવતા બે ઇસમો નાસી ગયા હતા .જે બાદ પોલીસે પીછો કરતા એક ઈસમને પકડી પાડ્યો હતો. જ્યારે એક ભાગી છૂટ્યો હતો.
ત્યારબાદ પોલીસે ગાડીની તપાસ હાથ ધરતા ડેકીમાંથી પરપ્રાંતીય બનાવટનો વ્હિસ્કી દારૂની રૂ.28,800ની કિંમતની 48 બોટલો મળી આવી હતી. તેમજ વર્ના ગાડી, મોબાઈલ તથા રોકડ મળી રૂ.3,34,800 નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.