ETV Bharat / state

મહીસાગરમાં શ્રાવણ માસમાં શિવાલયો અને મહાદેવ રહ્યાં સુમસામ

author img

By

Published : Aug 20, 2020, 9:16 AM IST

પવિત્ર શ્રાવણ મહિનો પૂરો થતાં કોરોનાની ભારે અસરને લઈ મહિસાગર જિલ્લામાં મોટા ભાગના મંદિરો અને મહાદેવ સુમસામ જોવા મળ્યા છે.

મહીસાગર
મહીસાગર

મહિસાગર: શ્રાવણ માસ એ પવિત્ર મહિનો છે. તેમાં જન્માષ્ટમી જેવા તહેવારો, રક્ષાબંધનના તહેવારો અને મહાદેવની પૂજા-અર્ચનાનો ખાસ મહિમા ધરાવતો આ પવિત્ર શ્રાવણ મહિનો પૂરો થતાં કોરોનાની ભારે અસરને લઈ મહિસાગર જિલ્લામાં મોટા ભાગના મંદિરો અને મહાદેવ સુમસામ જોવા મળ્યા છે.

અગાઉ શ્રાવણ માસમાં જીલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી જ પૂજા-અર્ચના અને મહાદેવના દર્શન માટે ભારે ભીડ રહેતી હતી, તેમજ મહાદેવમાં પૂજા અને ભંડારા ભોજનની પણ બોલબાલા રહેતી હતી, પરંતુ વૈશ્વિક કોરોનાની મહામારી એટલી ભારે અસર થઇ છે કે, મહીસાગર જિલ્લામાં ખાનપુર લવાણા ખાતે કલેશ્વરી, ઘામોદના કેદાર, બાલાસિનોર પાસે ભીમભમરડા અને દેવ ડુંગરીયા જેવા પ્રાચીન મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં અનેક તહેવારો છતાં બિલકુલ સુમસામ નજરે પડ્યા છે.

મહીસાગરમાં શ્રાવણ માસમાં શિવાલયો અને મહાદેવ રહ્યા સુમસામ

મહાદેવને બ્રાહ્મણો દ્વારા બીલીપત્ર સાથેની પૂજા પણ કેટલીક જગ્યાએ થઈ શકી નથી. કેટલાક શિવલિંગ મહાદેવમાં બહારથી જ દર્શન કરી ભક્તો વિદાય થયા હતાં, જ્યારે કેટલીક જગ્યાએ પાઇપલાઇનની વ્યવસ્થા કરી દૂરથી જ મહાદેવને પાણી ચઢાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કોરોનાના કપરા સમયમાં ભંડારા અને ભોજન સદંતર બંધ હતાં. મહાદેવના મંદિરોમાં ધાર્મિક પ્રસંગો અને ધાર્મિક મેળાવડા બંધ રાખવાના બોર્ડ પણ લાગી ગયા હતાં. જો કે, ઘણા બધા બ્રાહ્મણોએ ઘરે પૂજા અર્ચના અને બીલીપત્ર મહાદેવને અર્પણ કરી સંતોષ માન્યો હતો. આ એવો શ્રાવણ માસ આવ્યો કે, જેમાં ભક્તોની ઈચ્છા હોવા છતાં ભગવાનની ભક્તિથી દૂર રહેવું પડ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.