ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડે ની ઉજવણી કરાઈ - Prevention of Anti-Corruption Act

મહીસાગરઃ જિલ્લામાંં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમાજમાં ભ્રષ્ટાચાર નાબુદી અંગે જાગૃતિના ઉદ્દેશ સાથે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સરકારી વકીલ એસ.આર. ડામોરની વિશેષ ઉપસ્થિતિમાં લુણાવાડાની ક્રિસ્ટલ કોલેજના હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડેની ઉજવણી કરાઈ
મહીસાગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડેની ઉજવણી કરાઈ
author img

By

Published : Dec 10, 2019, 4:07 AM IST

Updated : Dec 10, 2019, 7:48 AM IST

આ કાર્યક્રમમાં એ.સી.બી.પી.આઇ એચ.બી. ગામેતીએ જણાવ્યું હતું કે, યુનાઈટેડ નેશન દ્વારા 9 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડે તરીકે જાહેર કરાયો છે. પ્રિવેન્શન ઓફ એન્ટીકરપ્શન એક્ટ તેમજ ભ્રષ્ટાચારમાં ભારત દેશ ક્યાં છે તે અંગે પણ રસપ્રદ આંકડાકીય માહિતી સાથે વકતવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ ACB દ્વારા થતી કામગીરી અંગેની સમજ પણ આપવામાં આવી હતી. લાંચ રૂશ્વત વિરોધી વિભાગની કામગીરી અંગે તેમજ ભ્રષ્ટાચાર નિવારણ માટે 1064 નંબરના ઉપયોગ અંગે માહિતી આપી ઉપસ્થિત કોલેજના વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર સામે નાબૂદી માટે એક થવા અપિલ કરી હતી.

Intro:લુણાવાડા,
મહીસાગર લાંચરૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડે ઉજવણી નિમિત્તે સમાજમાં ભ્રષ્ટાચાર
નાબુદી અંગે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન જિલ્લા સરકારી વકીલ એસ.આર.ડામોરની
વિશેષ ઉપસ્થિતિમાં લુણાવાડાની ક્રિસ્ટલ કોલેજના હોલમાં કરવામાં આવ્યું હતું.
Body: આ કાર્યક્રમમાં એ.સી.બી.પી.આઇ એચ.બી.ગામેતીએ જણાવ્યું હતું કે, યુનાઈટેડ નેશન દ્વારા 9 ડિસેમ્બરને 'આંતરરાષ્ટ્રીય
એન્ટી કરપ્શન ડે' તરીકે જાહેર કરાયો છે. પ્રિવેન્શન ઓફ એન્ટીકરપ્શન એક્ટ તેમજ ભ્રષ્ટાચારમાં ભારત દેશ ક્યાં છે તે અંગે
પણ રસપ્રદ આંકડાકીય માહિતી સાથે વકતવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ એ.સી.બી. દ્વારા થતી કામગીરી અંગેની સમજ
આપવામાં આવી હતી. લાંચ રૂશ્વત વિરોધી વિભાગની કામગીરી અંગે તેમજ ભ્રષ્ટાચાર નિવારણ માટે 1064 નંબરના ઉપયોગ
અંગે માહિતી આપી ઉપસ્થિત કોલેજના વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર સામે પડકાર બનવા અપિલ કરી હતી.
Conclusion: કાર્યક્રમમાં શાળા મંડળના પ્રમુખ મનુભાઇ પટેલે ભ્રષ્ટાચાર નિવારણ માટે સમાજના લોકોને આગળ આવવા આહ્વાન
કર્યું હતું. આ કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર નિવારણ અંગેની ટુંકી ફિલ્મનું નિદર્શન તેમજ પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અગ્રણી જયેન્દ્રભાઇ બારોટ, લુણાવાડાની સ્વૈચ્છિક સેવા સંસ્થા બીઇગ હ્યુમનના હોદ્દેદારો, પત્રકારો, પ્રાધ્યાપકો,
કોલેજના વિદ્યાર્થીઓ સહિત એ.સી.બી. ઓફિસ મહીસાગરમાં ફરજ બજાવતા તમામ સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતાં. કાર્યક્રમ
બાદ સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવ્યું હતું.
Last Updated : Dec 10, 2019, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.