લુણાવાડાઃ MGVCL કંપનીના કર્મચારીઓના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારી/ કર્મચારીઓ પોતાની સંસ્થાને વફાદાર પૂર્વક કામ કરી રહ્યા છે. વીજ પુરવઠો પૂરો પાડવાની બાબતે કોરોનાની મહામારીમાં પણ અધિકારી/કર્મચારીઓએ જીવના જોખમે કામ કરી રહ્યા છે અને ચોમાસામાંની ઋતુમાં વાવા ઝોડામાં, વરસાદમાં પણ ગ્રાહકોની સેવામાં તત્પર હોય છે.
આવા મહામારીના સમયમાં એમ.જી.વી.સી.એલ. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા 700થી 800 કર્મચારીઓને ખોટે ખોટી શોકોઝ નોટિસ પાઠવવામાં આવેલ હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. જેની મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરી હતી. જેને ગ્રાહય ન રાખતા કર્મચારીઓ તારીખ 1લી જુલાઈના રોજ સામુહિક માસ સી.એલ.પર જવાની ચીમકી ઉચ્ચારી હતી. કર્મચારીઓ આ મામલે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આગળના કાર્યક્રમો ચાલુ રહેશે તેવું આર.બી.માલિવાડ સર્કલ સેક્રેટરી ગોધરા દ્વારા જણાવાયું છે.