ETV Bharat / state

સંતરામપુરમાં આરોગ્ય અધિકારીએ કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લીધી, આરોગ્યલક્ષી કામગીરીની કરી સમીક્ષા - ગુજરાત ન્યૂઝ

મહીસાગરના સંતરામપુરના અર્બન કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારની મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર એસ.બી.શાહ તથા આરોગ્ય વિભાગના તબીબો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી.

સંતરામપુરમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ કન્ટેઇનમેન્ટ ઝોનની  મુલાકાત લઇ આરોગ્યલક્ષી કામગીરીની કરી સમીક્ષા કરી

author img

By

Published : Jun 14, 2020, 7:13 PM IST

મહીસાગરઃ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉક્ટર એસ.બી.શાહ તથા આરોગ્ય વિભાગના તબીબો સાથે મળી સંતરામપુરના અર્બનના વિસ્તાર કે, જેને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેની મુલાકાતે પહોંચ્યા હતા.

ડૉ.શાહે તેમની મુલાકાત દરમિયાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવેલા ઘરોની મુલાકાત લઈને દરેકના આરોગ્યની સાથે આયુર્વેદિક ઉકાળો, આર્સેનિક આલ્બની ગોળીઓ મળી છે કે નહીં તેની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા શીખ આપી હતી.

કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા તમામ લોકોને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા રોજે રોજ તપાસવામાં આવશે. જો કોઈ કેસ ધ્યાને આવશે તો તેમને સારવાર અને માર્ગદર્શન આપવાની સાથે નિયમિત રીતે રોજ સતત પાંચ દિવસ સુધી આર્સેનિક આલ્બ અને વિટામિનની ગોળીઓ તથા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે તેમ ડૉ.શાહે જણાવ્યું હતું.

ડૉક્ટર શાહે કન્ટેઇનમેન્ટ ઝોનમાં નાગરિકોને ઘરની બહાર ન નીકળવા, સોશિયલ ડિસ્ટસીંગનું પાલન કરવા અને માસ્ક પહેરવા પણ સૂચના આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.