- બાગાયતી ખેતી દ્વારા જમ્બો બોરની સફળ ખેતી
- ડ્રિપ એરીગેશન કરી આધુનિક ખેતી થકી સારી આવક
- જળ સિંચાઇનું મહત્વ સમજી ઓછી જમીનમાં વધુ પાક
મહીસાગર: આધુનિક ખેતી અને સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ સાથે મબલખ ફળપાકોનું ઉત્પાદન બાગાયતી ખેતીમાં સફળ રહ્યું છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રાજપુર ગામના ખેડૂતે જમ્બો બોરની નવીન ખેતી કરી છે. રાજપુર ગામના ખેડૂત સુરેશભાઈ પટેલ જેમણે પોતાની જમીનમાં જમ્બો બોરની ખેતી કરી સમગ્ર પંથકમાં જાણીતા બન્યા છે.
પ્રારંભમાં જુની ખેતીમાં ઉત્પાદન અને ભાવ ન મળતા કંઈક નવું કરીએ એ વિચારીને સુરેશભાઈએ પોતાની જમીનમાં જમ્બો બોરની ખેતી કરી છે. આ ખેતીની સાથે સાથે જળ સિંચાઇનું મહત્વ સમજી સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરી પોતાની તમામ જમીનમાં ડ્રિપ એરીગેશન કરી આધુનિક ખેતી શરુ કરી છે. જેમાં બોરની સાથે ઈન્ટરક્રોપ દિવેલા અને સરગવો વાવેલ છે. જેનાથી ઓછી જમીનમાં વધુ પાક લઈ સારી આવક મેળવી શકાય છે.વાવેતર બાદ 6 મહિનામાં બોરનો પાક તૈયાર થઈ જાય છે.
પાકને વેચવા જવું પડતું નથી પરંતુ વેપારીઓ ખુદ લઈ જાય છે
સુરેશભાઈએ જણાવ્યું હતું કે, મારી 6 એકર જમીનમાં 773 છોડનું વાવેતર કર્યું છે, એક છોડ દીઠ 3 કિલો જેટલો માલ નીકળે છે. આ ઉપરાંત વાવેતર બાદ 6 મહિનામાં પાક તૈયાર થઈ જાય છે અને પૈસા મળે છે. તૈયાર થયેલા પાકને વેચવા જવું પડતું નથી પરંતુ વેપારીઓ ખુદ લઈ જાય છે. જેથી આવી ખેતી ફાયદાકારક અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારુપ છે. કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન સાથે સબસિડીની સહાય આપવામાં આવે છે.
ખેડૂતોને આધુનિક પદ્ધતિની ખેતી અપનાવવા અપીલ
સુરેશ ભાઈનું કહેવું છે કે આગામી સમયમાં ખેડૂતો હવે હાઈટેક પદ્ધતિ ખેતી શરૂ કરતાં શરૂ થાય તો સારી આવક મેળવી સારી એવી કમાણી પણ કરી શકે છે. કૃષિ વિભાગ વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન સાથે સબસિડી આપી સહાય રુપ બને છે. ત્યારે પોતાની ખેતી જાળવી રાખવા અન્ય ખેડૂતોને આધુનિક પદ્ધતિની ખેતી અપનાવવા અપીલ કરી છે.
મહીસાગરમાં બાગાયતી ખેતી થકી ખેડૂતે જમ્બો બોરની સફળ ખેતી કરી - Zambo bore
આધુનિક ખેતી અને સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ સાથે મબલખ ફળપાકોનું ઉત્પાદન બાગાયતી ખેતીમાં સફળ રહ્યું છે. મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રાજપુર ગામના ખેડૂતે જમ્બો બોરની નવીન ખેતી કરી છે. રાજપુર ગામના ખેડૂત સુરેશભાઈ પટેલ જેમણે પોતાની જમીનમાં જમ્બો બોરની ખેતી કરી સમગ્ર પંથકમાં જાણીતા બન્યા છે.
Mahisagar