- રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કિસાન પરિવહન યોજના લાગુ કરાઇ
- મીડિયમ સાઇઝના ગુડઝ કેરેજ વાહનની ખરીદી ઉપર ખેડૂતોને નાણાકીય સહાય મળશે
- ખેડૂતો 25 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી આ યોજનાઓનો લાભ લઈ શકશે
- ઓનલાઇન અરજીની પ્રિંટ સાથે 7-12/ 8-અ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ જોડવાની રહેશે
- આ યોજનાઓનો લાભ લેવા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો
મહીસાગરઃ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સાત પગલા ખેડૂત યોજના લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કિસાન પરિવહન યોજના હેઠળ કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેજ વાહનની ખરીદી પર ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર દ્વારા I-Khedut પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે માટે મહીસાગર જિલ્લાના ખેડૂતો I-Khedut પોર્ટલ પર આગામી 25 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી આ
યોજનાઓનો લાભ લઈ શકશે.
વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાઓનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો અનુરોધ
ઓનલાઇન અરજીની પ્રિંટ સાથે 7-12/8-અ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ જેવા જરૂરી સાધનિક કાગળ સહીત અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીને પહોંચાડવાની રહશે. મહીસાગર
જિલ્લાના વધુમા વધુ ખેડૂતોને આ યોજનાઓનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી સમિત પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.