લુણાવાડા: કોરોનાની મહામારી સામે લડત આપવા આયુર્વેદિક ઉપચાર પણ શ્રેષ્ઠ સાબિત થઇ રહ્યો છે. ત્યારે નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુષના દિશાનિર્દેશ પ્રમાણે કલેક્ટર આર.બી.બારડ દ્વારા જાહેર કરવામાં આવેલા બાર, બારોડા, ભરોડી, રોઝાવ અને ખેરવા ગામોમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉકાળા વિતરણ કામગીરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખીને લગભગ ગામોના 7500 લાભાર્થીઓને લાભાન્વિત કરીને તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તેવા પ્રયાસો કરવામાં આવ્યું હોવાનું વિરપુર તાલુકાના ખેરોલી ગામના મેડિકલ ઓફિસર સંજયભાઇએ જણાવ્યુ છે.
મલેકપુરના વાધજીબારીયાના મુવાડા ગામે કોરોના કેસ પોઝિટિવ આવતા તંત્ર સતર્ક થયુંં હતું. અન્ય ગ્રામજનોમાં કોરોનાનો સંક્રમણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી સઘન હાથ ધરવામાં આવી હતી. તેમજ ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ, સંતરામપુરના આયુષ અધિકારી, સરપંચ તેમજ તલાટીના સહયોગથી સમગ્ર વિસ્તારમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ ઉકાળા વિતરણની આગામી ત્રણ દિવસ અવિરત ચાલુ રહેશે.