મહીસાગર: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાં ગુજરાતના 9 જિલ્લા માટે જીવાદોરી સમાન કડાણા ડેમના જળ સ્તરમાં 24 કલાકમાં 17 ફુટનો ધરખમ વધારો નોંધાયો છે. ડેમનાં ઉપરવાસમાંથી 3 લાખ 269 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
![મહિસાગરમાં સાર્વત્રિક વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8523608_1000_8523608_1598157644201.png)
ડેમનું જળ સ્તર વધતાં ગુજરાતના 9 જિલ્લાઓને સિંચાઈ અને પીવાનું પાણી મળી રહેશે. જિલ્લાના 6 તાલુકામાં જોઈએ તો અત્યાર સુધીમાં જિલ્લાના ખાનપુર તાલુકામાં સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો તો અન્ય તાલુકામાં લુણાવાડામાં 4 ઈંચ, સંતરામપુર તાલુકામાં 3 ઈંચ, વિરપુર તાલુકામાં 2 ઈંચ અને બાલાસિનોર તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
![કડાણા ડેમમાં પાણીની આવક વધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-01-rain-folling-script-photo-2-gj10008_23082020100530_2308f_00186_251.jpg)