જિલ્લાના મુખ્ય હાઇવે પર બપોરના સમયે લોકો લસ્સી, સરબત, અને શેરડીનો રસ પીને ઠંડક મેળવતા હોય છે. લોકો મોઢા પર દુપટ્ટા કે રૂમાલ બાંધી ગરમીથી રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે ગરમીનો પારો ઊંચે જવાથી જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, અને સંતરામપુર નગરોના રસ્તાઓ પર લોકોની અવર જવર ઓછી જોવા મળી રહી છે. જિલ્લામાં ગરમી થમવાનું નામ લેતી નથી, છેલ્લા એક અઠવાડિયાથી 42 થી 43 ડિગ્રીની આસપાસ પારો રહેતા લોકો ગરમીથી બચવા લીંબુ સરબત, અને ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે.
આ ઉપરાંત ઉનાળાના સમયે ફ્રીઝ, AC, કુલર જેવા ઉપકરણો પણ વીજળીના ઓવર લોડ વપરાશથી ચાલી શકતા નથી જેથી લોકો ગરમીના વાતાવરણમાં જેમ તેમ સમય પસાર કરી રહ્યા છે. ત્યારે વરસાદી મોસમ ક્યારે જલ્દીથી આવે અને ઠંડક પ્રસરે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.