ETV Bharat / state

મહીસાગરમાં કોરોના વાઈરસ અંતર્ગત આરોગ્ય ચકાસણી પૂર્ણ, 3 સેમ્પલના કોરોના રિપોર્ટ નેગેટિવ - latest news of mahisagar health department

કોરોના વાઈરસ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. મહીસાગર જિલ્લામાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 29 મી માર્ચ 2020 સુધીમાં કુલ 225 પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું છે. સાથે ગ્રામજનોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

મહીસાગર જિલ્લા કલેકટર
મહીસાગર જિલ્લા કલેકટર
author img

By

Published : Mar 31, 2020, 9:28 AM IST

મહીસાગરઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસ (COVID19)ની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે સાવચેતીના સંખ્યાબંધ પગલાં લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ અને સાવધાની એ જ બચવાનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયું છે.

મહીસાગરમાં મેડીકલ તપાસ પૂર્ણ
મહીસાગરમાં મેડીકલ તપાસ પૂર્ણ

જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત જિલ્લામાં 29મી માર્ચ 2020 સુધીમાં કુલ 225 પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું છે. જે પૈકી 122 પ્રવાસીઓનું ક્વોરન્ટાઇન પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે 103 પ્રવાસીઓને ઓર્બ્ઝવેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જે 03 સેમ્પલ સિઝનેબલ ફ્લુ/કોરોનાના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. જે 03 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

મહીસાગર જિલ્લામાં તારીખ 29 માર્ચ 2020 સુધી 165455 ઘરોનાં 855091 વ્યક્તિઓની આરોગ્ય ચકાસણીની સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહે જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.