મહીસાગરઃ કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
આ કારણોસર નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ અટકાવી શકાય તે હેતુથી તાલુકાના લાયઝન અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદારના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટ્રર, લુણાવાડાના આરોગ્ય કર્મીઓ દ્વારા હોમ આઇસોલેશન કરવામાં આવેલા દર્દીઓના ઘરે જઇને દર્દીઓના SPO2 તેમજ થર્મલ સ્ક્રિનીંગ કરી ચકાસણી કરવામાં આવી હતી.
આ જ રીતે સંઘવાડા ગામના કન્ટે્નમેન્ટ અને બફરઝોન વિસ્તારના નાગરિકોની આરોગ્યનો સર્વે કરવાની સાથે SPO2 તેમજ થર્મલ સ્ક્રીનીંગ કરી હોમિયોપેથીક આર્સેનિક આલ્બામની ગોળીઓનું વિતારણ કરવામાં આવ્યું હતું.