ETV Bharat / state

ભાજપની હાર બાદ સફાઈ અભિયાન! વધુ 6 નેતાઓને સસ્પેન્ડ કર્યા આકંડો 43 પર પહોંચ્યો

મહીસાગરના લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની હાર બાદ (BJP candidate suspended in Lunawada) ભાજપે પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરનાર કાર્યકરો અને હોદેદારો સામે લાલ આંખ કરી છે. ભાજપે 6 નેતાઓને (Lunawada Assembly seat) સસ્પેન્ડ ઓર્ડર આપી દીધો છે. જેને સસ્પેન્ડનો આંકડો 43 પર પહોંચ્યો છે. (Gujarat Assembly Election 2022)

ભાજપની હાર બાદ સફાઈ અભિયાન! વધુ 6 નેતાઓને સસ્પેન્ડ કર્યા આકંડો 43 પર પહોંચ્યો
ભાજપની હાર બાદ સફાઈ અભિયાન! વધુ 6 નેતાઓને સસ્પેન્ડ કર્યા આકંડો 43 પર પહોંચ્યો
author img

By

Published : Dec 10, 2022, 11:24 AM IST

મહીસાગર : સમગ્ર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો અભૂતપૂર્વ વિજય થયો છે. એનાથી ઊલટું મહીસાગર જિલ્લાની 122 લુણાવાડા વિધાનસભા બેઠક પર ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ લાંબા સમયથી દાવેદારી કરતા હતા, પરંતુ તેમણે ટિકિટ ન મળતાં પક્ષમાં (BJP candidate suspended) બળવો કરી ઉમેદવારી નોંધાવી હતી. તેમની આ બગાવત બાદ લુણાવાડા બેઠક પર અનેક હોદેદારોએ તેમના સમર્થનમાં પ્રચાર કાર્ય શરૂ કરતા ભાજપ એકશન મોડમાં આવ્યું હતું. પ્રદેશ કક્ષાએથી અપક્ષ ઉમેદવારી કરનાર જે.પી. પટેલને સસ્પેન્ડ કર્યા બાદ જિલ્લા કક્ષાએથી પ્રદેશની સૂચના મુજબ તેમના સહિત 10 જેટલા હોદેદારોને પાર્ટી બહારનો રસ્તો દેખાડ્યો છે. (Lunawada Assembly seat)

6 નેતાઓને સસ્પેન્ડ કર્યા
6 નેતાઓને સસ્પેન્ડ કર્યા

પક્ષમાંથી કરાયા દૂર જોકે તેમના સમર્થકોએ પક્ષ વિરોધી પ્રચાર શરૂ રાખ્યો હોવાના પુરાવાના આધારે મતદાનના દિવસે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયાએ વધુ 27 જેટલા હોદેદારોને પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી. આમ, મહીસાગર જિલ્લા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે વધુ છ સભ્યોને શિસ્તભંગના પગલાના ભાગરૂપે પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા છે. (BJP candidate suspended in Lunawada)

ભાજપમાં હકાલપટ્ટીનો આંકડો 43 પર પહોંચ્યો શિસ્તભંગના પગલાના ભાગરૂપે સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં લુણાવાડા તાલુકા (BJP workers suspended) પૂર્વ મંડળ અધ્યક્ષ જેઠા બારીયા, સંતરામપુર પૂર્વ શક્તિ કેન્દ્ર સંયોજક બીપીન પટેલ, ખાનપુર તાલુકા પૂર્વ મંડળ મહામંત્રી શંકરલાલ જોશી, ખાનપુર તાલુકા મંડળ મંત્રી કાળુ પટેલ, લુણાવાડા નગરના સક્રિય સભ્યો રેખા જોશી અને હરિ ચાંગલાણીનો સમાવેશ થાય છે. જિલ્લા ભાજપમાં હકાલપટ્ટીનો આંકડો 43 પર પહોંચ્યો છે. (Lunawada Assembly Candidate)

લુણાવાડા બેઠક પર ભાજપની હારનું આ છે કારણ ત્રીજા ક્રમાંકે રહેલા પૂર્વ ભાજપ પ્રમુખ જે.પી.પટેલ ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકની સરખામણીએ માત્ર 2018 મત ઓછા મળ્યા છે. આમ ભાજપની કારમી હારનું નિમિત્ત બનેલા ભાજપના કેટલાક હોદ્દેદારો પક્ષની રડારમાં આવી ગયેલા છે. ભાજપના અનેક મોટા માથાઓના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પોતાના વિસ્તારના ગામના બુથમાં જ ભાજપનો કરુણ રકાસ જોવા મળ્યો છે, ત્યારે ભાજપ એક્શન મોડમાં આવ્યું છે. એક તરફથી હકાલપટ્ટીનો દૌર શરૂ થતાં મહીસાગર જિલ્લા ભાજપમાં હમ તો ડૂબે સનમ, તુમ કો ભી લે ડૂબે સનમ જેવી સ્થિતિ સર્જાઇ છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.