R_GJ_MSR_01_9-APRIL-19_TIRTH YATRA_SCRIPT_VIDEO-1,2_RAKESH
VIDEO-1,2 SENT FTP
મહીસાગરમાં વિધવા અને ત્યકતા બહેનોને પંદર દિવસ સુધી નિઃશુલ્ક યાત્રાએનયુ આયોજન
કોઈપણ રાજકીય પાર્ટી, એજન્સીજ અથવા સંસ્થા નાના મોટા પ્રવાસનું આયોજન કરતા હોય છે અને તેમાં
પણ તેમનો સ્વાર્થ અથવા કાંઈક ને કાંઈક લાભ હોય છે. પરંતુ કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે કોઈ પણ પ્રકારના સ્વાર્થ
વગર નિસ્વાર્થ ભાવે વિધવા અને ત્યકતા બહેનોને તીર્થ યાત્રા કોઈ કારવાતું હોય અને એ પણ બ્યાસી બહેનો ને પંદર
દિવસની નિઃશુલ્ક તીર્થ યાત્રા કરાવી હોય તો જોઈએ એક અહેવાલ.
સામાન્ય રીતે કોઈ રાજકીય પાર્ટી કે સામાજિક સંસ્થા અથવા કોઈ એજન્સીસ નાના મોટા પ્રવાસનું આયોજન કરે
તો તેમાં તેમનો લાભ અને સ્વાર્થ હોય છે પરંતુ મહીસાગર જિલ્લામાં એક પટેલ પરિવાર એવો છે કે પોતાના પિતાની
પુણ્ય તિથિ પર કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર વિધવા અને ત્યકતા બહેનો ને નિઃશુલ્ક તીર્થ યાત્રા કરાવડાવી પૂણ્ય
મેળવી રહ્યા છે. જી હા માનવામાં ના આવે તેવી વાત છે પણ આ કોઈ કહાની નથી પણ સત્ય હકીકત છે અને આ પુણ્ય
નું કામ કરે છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નાનકડા ખૂટેલાવ ગામના કાંતિભાઈ રેવાભાઈ પટેલનો પરિવાર,
કાંતિભાઈ પટેલ પોતાના સ્વર્ગીય પિતા હરીદાસ પટેલની પુણ્ય તિથિ પર બ્યાસી વિધવા અને ત્યકતા બહેનોને પંદર
દિવસ સુધી નિઃશુલ્કતીર્થ યાત્રા કરાવી પુણ્ય મેળવાનું કામ કર્યું છે આ તીર્થ યાત્રા ચોવીસ માર્ચ ના રોજ મહીસાગર જિલ્લાના ખૂટેલાવ થી શરૂથઈ હતી જેમાં બે લકઝરી બસમાં બ્યાસી બહેનો સાથે કાંતિભાઈ પટેલે તીર્થ યાત્રા શરૂ કરી હતી આ તીર્થ યાત્રામાં વિવિધ તીર્થ સ્થળો જેવાકે શ્રીનાથજી, પુસ્કર, અજમેર, જયપુર, ગોકુળ, મથુરા, વૃદાવન, બરસાના, રમણરેતી, નંદગાઉ, જાતીપુરા, હિરિદ્વાર, ઋષિકેશ, અયોધ્યા, વારાણસી, સીતામતી,અલ્હાબાદ, ચિત્રકૂટ, ઓમકારેશ્વર, ઉજ્જૈન, ડાકોર થઈ કુલ એકવીસ તીર્થ ધામોની પંદર દિવસ તીર્થ યાત્રા કરાવી તમામ સ્થળો એ દર્શન તેમજ સાઈટ સીન બતાવી સાત એપ્રિલના રોજ
ખૂટેલાવ યાત્રા સફળ રીતે પૂર્ણ કરી પરત આવી હતી. આવા કળિયુગમાં પણ સ્વર્ગીય પિતાની આત્માની શાંતિ માટે અને
પરિવાર ને પુણ્ય મળે તેવા ઉમદા હેતુથી કાંતિ ભાઈ પટેલના પરિવારે આ તીર્થ યાત્રા વિધવા અને ત્યકતા બહેનો ને
કરાવી હતી અને યાત્રા કરાવી કળિયુગના શ્રવણ કાંતિભાઈ પટેલ બન્યા હતા. આ અગાઉ પણ કાંતિભાઈ પટેલ દ્વારા સિત્તેર
વિધવા અને ત્યકતા બહેનો ને તીર્થ યાત્રા કરાવી હતી.