ETV Bharat / state

મહિસાગર જિલ્લાના APL-1 રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ - મહિસાગર

મહીસાગર જિલ્લામાં કુલ 54902 NON NFSA APL-1 રેશનકાર્ડ ધારકને 2.30 લાખથી વધુ મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.

mahisagar
mahisagar
author img

By

Published : May 12, 2020, 12:51 AM IST

મહીસાગર: મહીસાગર જિલ્લામાં કુલ 54902 NON NFSA APL-1 રેશનકાર્ડ ધારકને 2.30 લાખથી વધુ મધ્યમવર્ગીય લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના અનાજ વિતરણના પ્રજાલક્ષી નિર્ણયને ધ્યાને લઇને મહિસાગર જિલ્લામાં પણ જિલ્લા કલેકટર આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી આર.બી.અસારી અને તેમની ટીમ દ્વારા મહિસાગર જિલ્લામાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી NON NFSA APL-1 કાર્ડધારકોને લુણાવાડા તાલુકામાં 18272 રેશનકાર્ડ ધારકો, સંતરામપુર તાલુકામાં 14515, બાલાસિનોર તાલુકામાં 8411, વિરપુર તાલુકામાં 3739, કડાણા તાલુકામાં 6353, ખાનપુર તાલુકામાં 3612 રેશનકાર્ડ ધારકો મળી કુલ 54902 NON NFSA APL-1 રેશનકાર્ડ ધારકને 2.30 લાખથી વધુ મધ્યમવર્ગીય લોકોને પ્રતિ રેશનકાર્ડ દીઠ 10 કિલોગ્રામ ઘઉં, 03 કિલોગ્રામ ચોખા, એક કિલોગ્રામ દાળ/ચણા અને એક કિલો ગ્રામ ખાંડ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અનાજ વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે પાંચ દિવસ એટલેકે તારીખ 7 મી મે 2020થી 11 મી મે 2020 દરમિયાન રેશનકાર્ડના પાછલા બે આંકડાની સંખ્યા મુજબ અનાજ વિતરણ વ્યવસ્થા નિર્ધારિત કરવામાં આવી હતી. વર્તમાન કોરોના વાઇરસ અને લોકડાઉનમાં અનાજ વિતરણ દરમિયાન ભીડભાડ ન થાય અને દોરેલ વર્તુળમાં ઊભા રહી સોશિયલ ડિસ્ટન્સિંગા જાળવી, ફરજિયાત માસ્કનો ઉપયોગ કરી વ્યવસ્થામાં સહકાર આપી સૌને અનાજ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

સંપન્ન પરિવારોને અનાજના જથ્થાની જરૂરિયાત ન હોય તેવા પરિવારોને અનાજનો જથ્થો જતો કરવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી. તેને માન આપીને જિલ્લાના સાધન સમપ્નન લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. તેમજ કોરોનાની કટોકટીમાં જિલ્લાના 13082 રેશનકાર્ડ ધારકોએ સ્વેચ્છાએ અનાજનો જથ્થો જતો કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં જિલ્લાના 13082 જેટલા રેશનકાર્ડ ધારકોએ પોતાનો અનાજનો જથ્થો જતો કર્યો છે.

જે પૈકી લુણાવાડા તાલુકામાં 4023 રેશનકાર્ડ ધારકો, ખાનપુરમાં 1515 કાર્ડધારકો, સંતરામપુરમાં 2680 કાર્ડ ધારકો, કડાણામાં 2051 રેશનકાર્ડ ધારક, બાલાસિનોરમાં 1052 ધારકોએ અને વિરપુર તાલુકામાં 1761 જેટલા રેશનકાર્ડ ધારકોએ સ્વૈચ્છાએ અનાજનો જથ્થો જતો કરી માનવીય અભિગમ અપનાવ્યો હતો. આ જ રીતે બીજા તબક્કામાં પણ સાધન સમપ્ન્ન પરિવારો તરફથી સ્વેચ્છાએ અનાજનો જથ્થો જતો કરતા હોવાનું વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.