મહીસાગરઃ કોરોના વાઇરસનો ફેલાવો સીધા સંપર્કથી થતો હોય છે. હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાઇરસની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્યમાં કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકાર તરફથી પરિપત્ર મારફતે સમયાંતરે સૂચનાઓ મળી હતી. જેને ધ્યાનમાં લઇ તકેદારીના પગલારૂપે જાહેર સ્થળે કોઈ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા થાય તે હેતુસર તાત્કાલિક અસરથી બાલિસિનોર ડાયનોસોર પાર્ક અને મ્યુઝિયમને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બાલાસિનોર રૈયોલી ડાયનોસોર પાર્ક અને મ્યુઝિયમને 18/3/20 થી 31/3/2020 સુધી બંધ રાખવામાં આવ્યું છે અને જ્યાં સુધી સરકારની બીજી સૂચના ન મળે ત્યાં સુધી રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક-મ્યુઝિયમ જાહેર સ્થળ બંધ રહેશે.