- ગુજરાતમાં દારૂબંધી નામમાત્રની
- લૂણાવાડામાં લાખોનો વિદેશી દારી ઝડપાયો
- અથાણાના આડમાં થતી હતી દારુની હેરાફેરી
- મુદ્દામાલ સહિત એક શખ્સની ધરપકડ
લુણાવાડા: નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ રેન્જ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષકે વિદેશી દારુના વેપાર અટકાવવા કડક પગલાં લેવાની સુચના આપી હતી.જેમાં લુણાવાડા કોટેજ ચાર રસ્તા પાસેથી 93,410નો વિદેશી દારુ ઝડપાયો હતો. રૂપિયા 2,48,610ના મુદ્દામાલ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી હતી.
લુણાવાડામાંથી વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ઝડપાયLCB PSI તથા સ્ટાફના માણસો લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન PSI ને બાતમી મળી કે એક ઇકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લુણાવાડા કોટેજ ચાર રસ્તા થઇ જનાર છે. જે આધારે લુણાવાડા કોટેજ ચાર રસ્તા ખાતે પોલીસ ટીમ વોચમાં ઉભા રહી ચેકિંગ હાથ ધર્યુ હતુ. ગાડીમાં એક શખ્સ દ્વારા અથાણુ ભરેલા પ્લાસ્ટીકના ડબ્બાની આડમાં દારુની હેરાફેરી સામે આવી હતી. ડબ્બા હટાવી જોતા ઇકો ગાડીમાં શીટ નીચે જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો છુટી ભરેલી મળી હતી. ઇકો ગાડીના ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ બદરીપ્રસાદ શ્યામારામ ચૈાહાણ રાજસ્થાનનો હોવાનું જણાવ્યું છે.આરોપી વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી
કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી હતી. આરોપી વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.