- મહીસાગરમાં વિદેશથી આવેલા 4 મુસાફરો લાપતા
- 2 બાલાસિનોર અને 2 લુણાવાડાના હોવાનુ જાણવા મળ્યું
- તંત્ર દ્વારા લાપતા 4 લોકોની શોધખોળ શરૂ
મહીસાગર: કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયંટ (Corona variant Omicron)વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલા કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટના કેસો ભારતમાં (Omicron Variant in India) પણ સતત વધી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં ઓમિક્રોનના ભય વચ્ચે વિદેશથી આવેલા 4 મુસાફર લાપતા ( foreign passengers missing in mahisagar) થયા હોવાનું જાણવા મળ્યું છે. લાપતા થયેલ વ્યક્તિમાં 2 લુણાવાડાના અને 2 બાલાસિનોરના હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
4 મુસાફરો ન મળતાં તંત્રએ શોધખોળ શરૂ
મહીસાગર જિલ્લામાં કુલ વિદેશથી 44 મુસાફરો આવ્યા છે, જેમાંથી 4 મુસાફરો ન મળતાં તંત્રએ શોધખોળ શરૂ કરી છે. જિલ્લામાં આવેલા ઓમિક્રોન હાઇરીસ્ક દેશ UKમાંથી આવેલા મુસાફરોની સંખ્યા 1 છે. તંત્ર દ્વારા હાઇરીસ્ક દેશમાંથી આવેલા 1 પેસન્ટનો RTPCR રિપોર્ટ ફરી કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ બે દિવસ બાદ આવશે, જેને હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે.
વિદેશથી આવનાર મુસાફરોની કોરોના ગાઈડલાઇન મુજબ તકેદારી
એમિક્રોન વાયરસ આફ્રિકામાં દેખાયા બાદ ક્રમશ અનેક દેશોમાં ફેલાતા સરકારે 11 જેટલા દેશોને હાઇરિસ્કની કેટેગરીમાં મૂક્યા છે. મહીસાગર જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસોમાં આ હાઇરિસ્ક કેટેગરીમાં મુકાયેલ દેશોમાંથી એક વ્યક્તિ આવી છે, આ લોકો સાથે કોરોના ગાઈડલાઇન મુજબ તકેદારી રખાઈ રહી છે.
44 માંથી 4 મુસાફરો ન મળતાં તંત્ર શોધવા કામે લાગ્યું
વિદેશથી આવેલા તમામ લોકોના RTPCR ટેસ્ટ એરપોર્ટ પર કરાતાં એ તમામના રિપોર્ટ નેગેટિવ (Corona test to people) આવ્યા છે, જ્યારે UKથી આવેલ એક મુસાફર હાઇરિસ્ક દેશનો હોવાથી તેનો RTPCR રિપોર્ટ ન આવે ત્યાં સુધી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. જ્યારે વિદેશથી આવેલા 44 માંથી 4 મુસાફરો ન મળતાં તંત્ર શોધવા કામે લાગ્યું છે.
આ પણ વાંચો: Omicron variant Morbi:વિદેશથી પરત આવેલા 6 મુસાફરોને હોમ કોરોન્ટાઇન કરાયા
આ પણ વાંચો: Omicron Variant in Rajasthan: ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા 10એ પહોંચી, વધુ 2 લોકો આવ્યા પોઝિટિવ