ETV Bharat / state

બાલાસિનોર ખાતે ખેડૂત કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મહીસાગરના બાલાસિનોર લાયન્સ ક્લબ ખાતે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત પ્રાકૃતિ ખેતી માટેની યોજનાઓનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા ચેરમેન રાજેશ પાઠકના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

બાલાસિનોર ખાતે ખેડૂત કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર ખાતે ખેડૂત કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Sep 18, 2020, 8:51 AM IST

Updated : Sep 18, 2020, 9:09 AM IST

મહીસાગરઃ ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ યોજનાનો કાર્યક્રમ બાલાસિનોર લાયન્સ ક્લબ ખાતે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા ચેરમેન રાજેશ પાઠકના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમને મહાનુભાવોના હસ્તે મંગલદિપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

બાલાસિનોર ખાતે ખેડૂત કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર ખાતે ખેડૂત કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા ચેરમેન રાજેશ પાઠકે જણાવ્યુ કેે, સરકારે ખેડૂતોના કલ્યાણ અર્થે અનેકવિધ યોજનાઓ અને સબસિડી આપીને ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવાનું કામ કર્યું છે અને ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત અનેકવિધ યોજનાઓને આગળ વધારી રહ્યા છે.

રાજ્યપાલ અને મુખ્યપ્રધાન પ્રેરક સંબોધન બાદ મહાનુભાવોના હસ્તે લુણાવાડા બાલાસિનોર અને કડાણા તાલુકાના લાભાર્થી ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ યોજનાને મંજૂરી પત્રો એને જીવામૃત કિટ્સ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં બાલાસિનોર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ જે.ડી. પટેલ, બાગાયત અધિકારી સી. કે. પટેલીયા, આત્મા પ્રોજેકટના એમ.ડી.પરમાર, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અગ્રણીઓ, લાભાર્થી ખેડૂતો કોવિડ 19ની ગાઈડલાઈન અનુસાર સોસિયલ ડીસ્ટન્સ જાળવી રાખીને ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Sep 18, 2020, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.