ETV Bharat / state

મહીસાગરમાં ખેડૂતે સોલાર પેનલથી પિયત વ્યવસ્થા વિકસાવી - ખેડૂતે સોલાર પેનલથી પિયત વ્યવસ્થા વિકસાવી

મહીસાગરઃ લુણાવાડાના મધવાસ ગામના પ્રતિકભાઈ પટેલને ખેતી પાકોમાં પિયત પદ્ધતિ માટે સોલાર પેનલ લગાવી કૂવામાંથી પાંચ હોર્સ પાવરની મોટર વડે પિયત પદ્ધતિ અપનાવી સામાન્ય તેમજ બાગાયતી ખેતી કરી રહ્યાં છે. પ્રગતિશીલ ખેડૂત અને આધુનિક ખેત પદ્ધતિ અપનાવી બાગાયતી અને અન્ય ખેતી કરતા પ્રતિકભાઈ ખેડૂતો માટે નવી રાહ ચિંધી રહ્યા છે.

Farmer developed the Irrigation system from solar panels

author img

By

Published : Nov 29, 2019, 10:03 AM IST

MGVCL દ્વારા અપાતી લાઇટની સેવામાં ખેડૂતોને હંમેશા સમસ્યા રહે છે. તેના ઉપાય રૂપે મળેલા માર્ગદર્શન મુજબ MGVCL દ્રારા સૌર ઉર્જા લગાવવા રૂપિયા છ લાખની કિંમતની પેનલો સરકારની સબસીડી મારફત મળે છે. તેનો લાભ લઈને પ્રતિકે પોતાના ખેતરમાં સોલાર પેનલ લગાવી હતી. તેનાથી વિજળી ઉત્ત્પન કરે છે. આ વિજળીનો ઉપયોગ કૂવામાંથી પાણી ખેંચવા, ટપક સિંચાઇ પદ્ધતિ અને ફૂવારા પદ્ધતિ માટે કરી રહ્યા છે. આ વર્ષે પ્રતિકભાઈ મરચાં તથા શાકભાજીની ખેતી કરી રહ્યાં છે.

Farmer developed the Irrigation system from solar panels
ખેડૂતે સોલાર પેનલથી પિયતની વ્યવસ્થા વિકસાવી

પ્રતિકભાઇ જણાવ્યું કે, સરકારની આ યોજના ખૂબ જ સારી છે. અગાઉ તે જમીનમાં પૂરેપૂરી સિંચાઈ કરી શકતા ન હતા, પરંતુ સરકારની યોજના અંતર્ગત MGVCLના માર્ગદર્શન હેઠળ માત્ર રૂા. 25૦૦૦/-ભરીને પાંચ હોર્સ પાવર સોલાર પંપ કનેક્શન મેળવ્યું હતું. આ સોલાર પંપને લીધે જમીનમાં પિયત વિસ્તાર વધ્યો છે. વીજળી બીલમાંથી કાયમી છુટકારો મળ્યો છે. યોજના અંતર્ગત પાંચ વર્ષની મેઈન્ટેન્સ ગેરંટી પણ હોવાથી કોઈ મુશ્કેલી થાય તો, તરત જ કંપની દ્વારા રીપેર કરી આપવામાં આવે છે. રાત્રે વન્ય પ્રાણીઓની અવર-જવર હોય તો ખેતી કરવામાં મુશ્કેલી આવતી હતી, પરંતુ સોલાર પંપ આવ્યા પછી દિવસે સિંચાઈ થઈ શકે છે. રાત્રે ખેતરે કામ કરવું પડતું ન હોવાથી પરિવાર સાથે આનંદથી રહી શકાય છે.

આ યોજના લાભ વધુ લોકોએ લેવો જોઈએ, જેથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય છે. જીરો લાઇટ બીલ, ઓછું મેન્ટેન્સ આવે છે. બીજા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત થાય તેવી આશા છે.

Intro:લુણાવાડા,
મહીસાગર જિલ્લાના મધવાસ ગામના પ્રગતિશીલ ખેડૂત અને આધુનિક ખેત પધ્ધતિ અપનાવી બાગાયતી અને
અન્ય ખેતી પાક કરતાં પ્રતિકભાઇ પટેલને ખેતી પાકોમાં પિયતપધ્ધતિ માટે લાઇટ નહી પણ સૌરઉર્જા સંચાલિત સૌરઉર્જાની
પેનલો લગાવી કૂવામાં પાંચ હોર્સ પાવરની મોટર દ્વારા પિયત પધ્ધતિ અપનાવી ખેતીમાં તેમજ બાગાયતી પાકને પાણી
આપીસુંદર ખેતી કરી રહયાં છે.
Body: ખેતીવાડી ખાતું તથા એમ.જી.વી.એલ. કંપની દ્વારા મારા આ ફાર્મહાઉસ પર લાઇટની અવાર નવાર તકલીફ હતી તેના
ઉપાયના ભાગરૂપે મળેલ માર્ગદર્શન મુજબ મને એમ.જી.વી.એલ. કંપની દ્રારા સૌર ઉર્જા લગાવવાનો રૂપિયા છ લાખની કિંમતની પેનલો સરકારની સબસીડી મારફત મળી છે. તેનાથી અમને ખેતીમાં પિયત પધ્ધતિ દ્વારા કૂવામાંથી પાણી ખેંચીને ટપક સિંચાઇ પધ્ધિતિ અને ફૂવારા પધ્ધિતિથી ખેતી કરીએ છીએ આ વર્ષે અમે મરચાંની ખેતી તથા બીજી જમીનમાં શાકભાજીની ખેતી કરી છે.
પ્રતિકભાઇ પટેલે જણાવ્યું કે, સરકારની આ યોજના ખૂબજ સારી છે અગાઉ તે જમીનમાં પૂરેપૂરી સિંચાઈ કરી શકતા
ન હતા પરંતુ સરકારની યોજના અંતર્ગત એમ.જી.વી.એલ. ના માર્ગદર્શન હેઠળ માત્ર રૂા. 25૦૦૦/-ભરીને મે પાંચ હોર્સ
પાવર સોલાર પંપ કનેક્શન મેળવ્યું. આ સોલાર પંપ ને લીધે મારી જમીનમાં પિયત વિસ્તાર વધ્યો છે વીજ બીલ માંથી
કાયમી છુટકારો મળ્યો છે યોજના અંતર્ગત પાંચ વર્ષની મેન્ટેન્સ ગેરંટી પણ હોવાથી કોઈ મુશ્કેલી થાય કે તરત જ કંપની દ્વારા
રીપેર કરી આપવામાં આવે છે. રાત્રે વન્ય પ્રાણીઓની અવર-જવર હોયતો ખેતી કરવામાં મુશ્કેલી આવતી પરંતુ સોલાર પંપ
આવ્યા પછી દિવસે સિંચાઈ થઈ શકે છે. રાત્રે ખેતરે કામ કરવું પડતું ન હોવાથી ને દિવસે સિંચાઈ થઈ શકતી હોવાથી પરિવાર
સાથે આનંદથી રહી શકીએ છે.
Conclusion: આ યોજના અન્ય લોકોએ પણ અપનાવવી જોઇએ મે લાભ લીધો છે. જેનાથી અમને ખૂબજ ફાયદો છે ન લાઇટ બીલ
ભરવાની ઝંઝટ, જીરો લાઇટ બીલ, ઓછું મેન્ટેન્સ છે સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. મારા ગામના બીજા
ખેડૂતોને પણ આ યોજનાનો લાભ લેવા હું પ્રોત્સાહિત કરીશ આજે સારી રીતે અમારા ખેતરમાં સૂર્ય પ્રકાશથી લાઇટ અને
પીયત થાય છે. આ સોલાર ઉર્જા થકી ખેતીનો વધું વિકાસ કરી ખેતીની આવક બમણી કરવાનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.