ETV Bharat / state

બાલાસિનોરમાં લાયન્સ ક્લબ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન - eye Health check up camp organised by the Lions Club in Balasinor

બાલાસિનોર તાલુકાના કમ્બોપા ગામ ખાતે પ્રથમ વખત નેત્રનિદાન કેમ્પ, ચશ્મા વિતરણ કાર્યક્રમ, સર્વરોગ નિદાન કેમ્પ અને ડાયાબિટીસ કેમ્પનું આયોજન બાલાસિનોર લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 522 દર્દીઓએ લાભ લીધો હતો.

eye Health check up camp organised by the Lions Club in Balasinor
લાયન્સ કલબ દ્વારા નેત્રયજ્ઞનું આયોજકન કરાયું
author img

By

Published : Feb 23, 2020, 1:01 PM IST

મહીસાગરઃ લાયન્સ કલબ બાલાસિનોર દ્વારા આયોજિત આ કેમ્પમાં અંધજન મંડળ નડિયાદના સહયોગથી 382 દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. તેમજ 296 દર્દીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

eye Health check up camp organised by the Lions Club in Balasinor
લાયન્સ કલબ દ્વારા નેત્રયજ્ઞનું આયોજકન કરાયું

આ કેમ્પમાં સરકારી હોમિયોપેથીક ડૉ. ભક્તિ બેન શેઠે વિના મુલ્યે સેવા તેમજ દવાઓ આપી હતી. આ ઉપરાંત તેઓએ 42 જેટલા ડાયાબિટીસના દર્દીઓની પણ તપાસ કરી હતી. જેમાં નવયુગ ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ મળ્યો હતો. તાલુકા પંચાયત સદસ્ય જયાબેન, ઉદેસિંહ ઠાકોર, સરપંચ મહેન્દ્રસિંહ ઠાકોર અને કમ્બોપા દૂધ મંડળીના સૌજન્યથી લાયન્સ ક્લબ દ્વારા આયોજિત કેમ્પમાં કુલ 522 વ્યક્તિઓને લાભ લીધો હતો.

આ કેમ્પમાં કમ્બોપાના ઉદેસિંહ કે. ઠાકોર, લાયન્સ ક્લબ બાલાસિનોરના પ્રમુખ પ્રવીણભાઈ સેવક, મંત્રી ગીરીશભાઈ ચૌહાણ, યુસુફભાઈ ચોક્સી, લાયન અશ્વિનભાઈ પંચાલ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.