મહીસાગરઃ રાજ્યની RTO / ARTO કચેરીઓ ખાતે અરજદારો માટે વાહન સંબંધિત કામગીરી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પધ્ધતિ અંતર્ગત ઘણી ફેસલેસ સેવા તથા નોન ફેસલેસ સેવાઓની અરજીઓ એક સાથે કરવામાં આવી છે. જેનું રિશીડ્યુલીંગ શક્ય ન હોવાના કારણે આવી અરજીઓ પડતર રાખી છે.
આ પડતર અરજીઓની આગામી તારીખ 27 થી 31 દરમિયાન તમામ RTO / ARTO ખાતે નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને ધ્યાને લઇ જેની અરજીઓ પડતર હોય તે અરજદારો દ્વારા તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલા મેસેજમાં દર્શાવેલા નિયત સમય તથા તારીખે સંબંધિત RTO / ARTO કચેરીઓ ખાતે જરૂરી દસ્તાવેજો સાથે જવાનું રહેશે.
કચેરીમાં પ્રવેશ માટે સિક્યૂરીટી કર્મચારીને અરજદારે SMSમાં દર્શાવેલી તારીખ અને સમય બતાવવાનો રહેશે તેમ, સહાયક વાહન વ્યવહાર નિયામક, વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા જણાવાયું છે..