મહિસાગર જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. જિલ્લામાં બાલાસિનોરમાં આજે લાયન્સ ક્લબના ઉપક્રમે સેવા સપ્તાહમાં સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાસિનોરમાં ગાંધી જયંતી પર્વની ઉજવણી નિમિત્તે પર્યાવરણ તથા સ્વરછતા રેલી યોજાઇ હતી. રેડ ક્રોસ અને કરુણા નિકેતન હાઇસ્કુલ દ્વારા સ્કુલના 800 વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં. સ્વરછતા સંદેશના બેનરો સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.
આ રેલીમાં નગર પાલિકાના સભ્યો, લાયન્સ સભ્યો જોડાયા હતા. બાલાસિનોર નગરપાલિકા ખાતે આવેલા બાપુજીની પ્રતિમા તેમજ નિશાળ ચોક ખાતેની બાપુની પ્રતિમાને પ્રાંત ઓફિસર, મામલતદાર,તેમજ ચીફ ઓફિસરે પુષ્પ અર્પણ કર્યા હતા. આ સાથે બાલાસિનોરની KMG હોસ્પિટલ ખાતે રેડ ક્રોસ સોસાયટી, વંદેમાતરમ્ ગ્રુપ અને JCI દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.