બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામની રામનાથ ગ્રામ સખી સંઘમાં કુલ 6 HSGનો સમાવેશ થયેલ છે.જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રિવોલવીંગ ફંડ રૂ.68000/- આપવામાં આવેલ છે. જેમાંથી તેઓ આર્થિક ઉત્પાર્જન માટે પશુપાલન, કરિયાણાની દુકાન કરી આવકમાં વધારો કરી રહ્યા છે. NRLM યોજના હેઠળ રામનાથ ગ્રામ સખી સંઘને CIF ફંડ રૂ.4,20,000/-લાખ પણ આપવામાં આવેલ છે. જેમાંથી રૂ. 2,00,000/- લાખ માંથી કેન્ટીન ચાલુ કરવા માટેની સાધન સામગ્રીમાં કિરીયાણાનો સામાન અને ઠંડા પીણાં માટે અમુલ એજન્સી સાથે સંયુક્ત કરાર કરી અમૂલની પ્રોડક્ટ ખરીદ કરેલ છે.
રામનાથ સખી સંઘમાં કુલ 60 સભ્યો છે. આ સંઘ દ્વારા ડાયનાસોર મ્યુઝિયમમાં કેન્ટીનની રેગ્યુલર શરૂઆત તા.18/6/2019 થી કરવામાં આવ્યું છે જે આજની સ્થિતિએ તેઓની રોજની 3500 થી વધારેની આવક થાય છે. જેનું અત્યાર સુધીનું 39 દિવસના અંદાજીત રૂપિયા1.36 લાખની થઈ છે.જેની સામે અત્યાર સુધીમાં રૂ.95,000 ખર્ચ થયો છે.જે પૈકીની બાકી બચત રકમમાંથી કરીયાણું તેમજ કેન્ટીનમાં કામ કરતી બહેનોને માનદ વેતન આપવાની શરૂઆત કરી છે.
મહિસાગર જિલ્લામાં મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળની બહેનો થકી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલતું પ્રથમ કેન્ટીન છે.આ સખી સંઘની કામગીરીમાં પ્રગતિ થાય તે માટે મિશન મંગલમ શાખાના નીતાબેન ઉપાધ્યાય દ્વારા મહિલાઓને પણ પોતાની રીતે આર્થિક સધ્ધરતા થવાની અને જુદાજુદા કાર્યો કરવાની સમજ આપવાનું આયોજન કરવામાં આવી રહેલ છે. તેમજ ગ્રામ સખી સંઘમાં સમાવિષ્ટ HSG બહેનોને ફોસીલ પાર્કમાં આવનાર પ્રવાસીઓ માટે અવનવી પ્રોડકટનું વેચાણ થાય તે માટે પાર્ક કેમ્પસમાં બીજા સ્ટોલ ઉભા કરી વેચાણ સાથે બહેનોની નવીન રોજગારીની તકો ઉભી કરવાનું તેમણું આયોજન છે.