ETV Bharat / state

તાઉ-તે વાવાઝોડાની અસરથી મહીસાગરના 164 ગામોમાં ખોરવાયેલ વીજપુરવઠો માત્ર 24 કલાકમાં જ પૂર્વવત કરાયો - Tauktae cyclone impact

તાઉ-તે વાવાઝોડાની આમ તો મહીસાગર જિલ્લામાં નહીવત અસર થવા પામી હતી. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે હાથ ધરવામાં આવેલી વિવિધ સુચારૂ વ્યવસ્થાઓના કારણે સમગ્ર જિલ્લામાં જાનમાલની કોઈ ગંભીર નુકસાની નોંધાઇ નથી. તેમ છતા વાવાઝોડાની અસરના કારણે પવનની ગતિમાં વધારો નોંધાયો હતો, જેના કારણે મહીસાગર જિલ્લાના 160 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો તેમજ 50 જેટલા વીજ થાંભલાઓ પડી ગયા હતા જ્યારે 115 વિજ ફિડરને નુકસાન થયું હતું.

તાઉ-તે વાવાઝોડાની અસરથી મહીસાગરના 164 ગામોમાં ખોરવાયેલો વીજપુરવઠો માત્ર 24 કલાકમાં જ પૂર્વવત કરાયો

author img

By

Published : May 21, 2021, 11:04 PM IST

તાઉ-તે વાવાઝોડાની અસરથી મહીસાગર જિલ્લાના 164 ગામોમાં વીજપુરવઠાની અસર થવા પામી હતી

ખોરવાયેલો વીજપુરવઠો માત્ર 24 કલાકમાં જ પૂર્વવત કરાયો

તાત્કાલિક નવા વીજ થાંભલા નાખીને પુરવઠો પૂર્વવત કરાયો

મહીસાગર: તાઉ-તે વાવાઝોડાની આમ, તો મહીસાગર જિલ્લામાં નહીવત અસર થવા પામી હતી. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે હાથ ધરવામાં આવેલ વિવિધ સુચારૂ વ્યવસ્થાઓના કારણે સમગ્ર જિલ્લામાં જાનમાલની કોઈ ગંભીર નુકસાની નોંધાયેલ નથી. તેમ છતાં વાવાઝોડાની અસરના કારણે પવનની ગતિમાં વધારો નોંધાયો હતો, જેના કારણે મહીસાગર જિલ્લાના 160 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલો હતો તેમજ 50 જેટલા વિજ થાંભલાઓ પડી ગયા હતા. જયારે 115 વિજ ફિડરને નુકસાન થયું હતું. પરંતુ વાવાઝોડા સંદર્ભે કોઈપણ સ્થિતિનો સામનો કરવા જિલ્લા કલેકટર આર.બી.બારડની આગેવાની તથા મહીસાગર-લુણાવાડાની MGVCL ની વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર આર.જી.શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ ક્વિક રીસ્પોન્સ ટીમોએ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ સમારકામ કરીને તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી કાબિલેદાદ કામગીરી કરી પોતાની ફરજો અદા કરી પ્રશંસનીય કામગીરી બજાવી હતી.

આ અંગેની વધુ વિગતો આપતા MGVCL ના કાર્યપાલક ઇજનેર આર.જી.શાહે કહ્યું હતું કે, વાવાઝોડાના કારણે મહીસાગર જિલ્લાના 164 ગામોને અસર થવા પામી હતી. જે પૈકી તમામ ગામોમાં 24 કલાકની અંદર સમારકામ કરીને વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્‍યો હતો.

115 વીજ ફીડરોનું પાંચ થી છ કલાકમાં સમારકામ કરી વીજપુરવઠો યથાવત કરવામાં આવ્‍યો

તાઉ-તે વાવાઝોડાથી 115 વીજ ફીડરોને અસર થવા પામી હતી તે તમામ ફીડરો ગણતરીના કલાકો એટલે કે પાંચ (5) થી 6 (છ) કલાકની અંદર સમારકામ કરીને તમામ ફીડરો કાર્યરત કરી વીજપુરવઠો યથાવત કરવામાં આવ્‍યો હતો. જેમાં કુલ HT/LT લાઇનના આશરે 50 જેટલા વીજ થાંભલા પડી ગયા હતા જે વીજ થાંભલા નવા નાંખીને વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્‍યો હતો.

MGVCLની ક્વિક રિસ્પોન્સ ટીમોની કાબિલેદાદ કામગીરી

તાઉ-તે વાવાઝોડાના કારણે જિલ્‍લાની કુલ 193 કિલોમીટર HT લાઇનોને અને 104 કિલોમીટર LT લાઇનોને પણ નુકશાન થવા પામ્‍યું હતું. જેના કારણે જિલ્‍લાના 30,000 જેટલા વીજ ગ્રાહકોને વીજ પુરવઠાની અસર થવા પામી હતી. જેને પણ ગણતરીના સમયમાં રીપેર કરીને વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્‍યો હતો. આગોતરા આયોજન મુજબ MGVCL દ્વારા તૈયાર કરવામાં આવેલ ક્વિક રીસ્પોન્સ ટીમો યુદ્ધના ધોરણે ઉપરોક્ત તમામ સ્થળોએ વિષમ પરિસ્થિતિમાંપણ કામે લાગી હતી અને વીજપુરવઠો કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી ટૂંકા ગાળામાં જ તમામ ગામોમાં વીજપુરવઠો પુનઃ કાર્યરત સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.