ETV Bharat / state

મહીસાગરમાં દિવ્યાંગ મતદારોએ મતદાન કરવાનો કર્યો સંકલ્પ - volition

મહીસાગર: આગામી 23 એપ્રિલના લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થઈ શકે તે માટે SVEEP કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહીસાગરમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો ચૂંટણી અધિકારી આર.બા.બારડના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યાં છે. લોકશાહીના મહાતહેવાર એવા ચૂંટણીપર્વમાં મતદારો જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી મહીસાગરના મોટા સોનેલા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 5, 2019, 11:25 PM IST

આ કાર્યક્રમોમાં દિવ્યાંગ મતદારો અને ITIના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. જિલ્લામાં મતદારોને મતદાન કરવા માટે સંદેશ આપ્યો હતો. તાજેતરમાં અબુધાબી ખાતે સ્પેશ્યલ ઓલિમ્પિક વોલીબોલમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર કડાણા તાલુકાના નાના મીરાપુર ગામની સોમી ડામોરને ડિસ્ટ્રિક્ટ આઈકોન તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રથમવાર મતદાન કરીને લોકશાહી પર્વ ચૂંટણીમાં યોગદાન આપીને પ્રેરિત કરનાર ડિસ્ટ્રિક્ટ આઈકોન સોમી ડામોરે મતદાન જાગૃતિની ઝુંબેશની શરૂઆત કરાવી હતી.

Mahisagar
સ્પોટ ફોટો

આ ઉપરાંત EVM અને VVPET અંગેનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં 1472 જેટલા દિવ્યાંગ મતદારોની મતદાન કેન્દ્ર સુધી પહોંચી મતદાન કરવા અંગેની સુવિધાઓ જરૂરિયાત અંગેની માહિતી આપીને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા સંકલ્પ પત્ર લેવામાં આવ્યા હતા.

R_GJ_MSR_02_5-APRIL-19_DIVYANG MATADAN_SCRIPT_PHOTO_RAKESH

                             દિવ્યાંગ મતદારોએ મતદાન કરવા માટે સંકલ્પ લીધા

લુણાવાડા, 

              આગામી તા.23/4/2019 ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન
 થાય તે માટે SVEEP કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમો જિલ્લા ચૂંટણી અધિકારી 
આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહ્યા છે. લોકશાહીના મહા તહેવાર સમા ચૂંટણી પર્વમાં મતદારો જાગૃત બની
 પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી મહિસાગર જિલ્લાના મોટા સોનેલા ખાતે મતદાર જાગૃતિ  કાર્યક્રમ યોજાયો
 હતો. જેમાં દિવ્યાંગ મતદારો અને આઇટીઆઇના વિદ્યાર્થીઓ ધ્વારા મતદાન  કરવા માટે  સંકલ્પ  લીધો હતો. જિલ્લાના
 મતદારોને  મતદાન  કરવા માટે  સંદેશ આપ્યો હતો. 
           આ કાર્યક્રમમાં તાજેતરમાં અબુધાબી ખાતે સ્પેશિયલ ઓલિમ્પિકમાંવોલીબોલમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર કડાણા તાલુકાના નાના મીરાપુર ગામની સોમીબેન લાલાભાઈ ડામોરને ડિસ્ટ્રિક્ટ આઇકોન તરીકે નિયુકત કરી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત મતદાન કરી લોકશાહી પર્વ ચૂંટણીમાં પોતાનું યોગદાન આપી પ્રેરિત કરનાર ડિસ્ટ્રિક્ટ આઇકોન સોમીબેને મતદાન જાગૃતિની સહી ઝુંબેશની શરૂઆત કરાવી હતી, તેમજ ઇવીએમ તેમજ વીવીપેટ અંગેનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ૧૪૭૨ દિવ્યાંગ મતદારોની મતદાન કેન્દ્ર સુધી પહોંચી મતદાન કરવા અંગેની સુવિધાઓ જરૂરિયાત અંગે માહિતી આપી મતદાન પ્રક્રિયામાં ભાગ 
લેવા સંકલ્પ પત્ર લેવામાં આવ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.