મહીસાગર : લુણાવાડા તાલુકાના નવા કાળવા ગાયત્રી મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ખાંટના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય જીજ્ઞેશભાઇ સેવક અને જિલ્લા કલેક્ટર આર.બી.બારડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
![mahi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5969869_jhjh.jpg)
આ પ્રસંગે ધારાસભ્યએ ખેડૂતો અને પશુપાલકોના વર્ષ 2022 સુધીમાં આવક બમણી કરવાના લક્ષ્યને સાર્થક કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે પશુપાલકોને પશુઓના સ્વાસ્થ્ય માટે અંધશ્રદ્ધામાંથી બહાર આવી પશુ ચિકિત્સકોની સલાહ મેળવી વૈજ્ઞાનિક ઢબથી પશુપાલન કરવા અપીલ કરી હતી.
આ અંગે જિલ્લા કલેક્ટરે પશુપાલનના વ્યવસાયમાં પશુઓના સ્વાસ્થ્ય, દૂધ ઉત્પાદનમાં વધારો કરવા તેમજ આવક વૃધ્ધિ માટે પશુપાલન વિભાગનું માર્ગદર્શન મેળવવા આ શિબિર ઉપયોગી નીવડશે તેમ જણાવ્યું હતું. આ શિબિરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પટેલ, નાયબ પશુપાલન નિયામક એમ.જી.ચાવડા, પશુ ચિકિત્સકો,પંચામૃત ડેરીના અધિકારીઓએ આદર્શ પશુપાલન અંગે સ્વચ્છતા, પશુઓના સ્વાસ્થ્ય, દૂધની ગુણવત્તા, પશુ આહાર, પશુઓનો ગુણવત્તાયુક્ત ખોરાક, સરકારની યોજનાઓ અંગે પશુપાલકો માર્ગદર્શન અને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય, પશુપાલન શાખાના કર્મીઓ,તેમજ વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.