લુણાવાડાઃ કોરોના વાઇરસના સંક્રમણથી મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ગામોની સાવચેતીના ભાગરૂપે તેમજ કોરોના
સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા થયેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જિલ્લા કલેક્ટર આર.બી બારડે મહીસાગર અને અરવલ્લી જિલ્લાની બોર્ડરની મુલાકાત લીધી હતી.

ઉપસ્થિતિ આરોગ્યતંત્ર દ્વારા લેવાયેલા પગલાંની કામગીરીનું નિરીક્ષણ કરી ઉપસ્થિતોને જરૂરી સલાહ સુચન કરી માર્ગદર્શન આપ્યું હતું. જેથી આ બોર્ડરના ગામોમાં કોરોનાનો પગપેસારો અટકાવી શકાય.