લુણાવાડા: આ ટીમો ગામે ગામ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશો પ્રમાણે કન્ટેઇન્મેન્ટ ઝોન, બફર ઝોન, મનરેગાના ચાલી રહેલા કામો ઉપર કામ કરતા શ્રમિકો સમિતિ ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી નાગરિકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરી રહી છે.તો આ સાથે આર્સેનિક આલ્બમની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
તેમજ ગામના દરેક લોકો કે જેઓ મોબાઈલ ધરાવે છે તેવા તમામને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવી રહ્યા છે. તેટલું જ નહીં પણ સમયાંતરે મનરેગાના ચાલી રહેલા કામો પર મજૂરી કરી રહેલા શ્રમિકોનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
તદ્દનુસાર સરસવા ગામે, સંતરામપુર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાડિયા દ્વારા ગાડિયા ગામમાં, કડાણા તાલુકાના ખરાવડી ગામમાં, વેલણવાડા ગામમાં, સરસવા ગામમાં, લુણાવાડા નગરપાલિકા કન્ટેઇન્મેન્ટ ઝોનમાં, લુણાવાડા તાલુકાના માળીયા ગામમાં આયુર્વેદિક ઉકાળાના વિતરણ સહિત આર્સેનિક આલ્બમની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સંઘરીના સબ સેન્ટર-સંઘરીના મઠના સાદણીયા ફળિયામાં બહારથી આવેલા અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલા વ્યક્તિઓને આર્સેનિક આલ્બમની ગોળી આપવામાં આવી રહી છે.