આ મંદિરના ઇતિહાસ વિષે જોઈએ તો લુણાવાડાની ઉત્તરે કલેશ્વરીથી લઇ કપડવંજ સુધીનો પ્રદેશ હેડંબાવન તરીકે ઓળખાય છે. અહીં પાંડવોએ વસવાટ કર્યો હોવાની લોકવાયકા પણ છે. કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેઢી નદીનું ઉદગમસ્થાન છે જે ડાકોર થઈને ખંભાતના આખાતને મળે છે. શ્રાવણ માસમાં આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે. શ્રાવણ માસમાં ભક્તો દ્વારા ભોજન, ભંડારા અને યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તો અહીં આવતા ભક્તોની આસ્થા છે કે...
વીરપુર જમઝર માતાના ડુંગરમાંથી વાઘની બખોલ ધામોદ કેદારેશ્વરના ડુંગરોમાં નીકળે છે, તેવું લોકો આજે પણ લોક મુખે ચર્ચાય છે. મંદિરની પશ્ચિમે થોડા અંતરે એક સિધ્ધ ગુફા આવેલી છે જેમાં મહાભારત કાળમાં અનેક મહાપુરુષો આ ગુફામાં તપસ્યા કરવા આવતા હતા. જેમાના રઘૂરામ નામના સંતે 12 સિધ્ધિઓમાંની એક સિદ્ધિ આ ગુફામાં બેસીને મેળવી હતી.