- ધૈર્યરાજસિંહ રાઠોડ માટે અમેરિકાથી ઇન્જેક્શન મંગાવ્યું
- રૂપિયા 16 કરોડની માતબર રકમનું ઇન્જેક્શન
- ધૈર્યરાજના પિતાએ ઈમ્પેકટ ગુરુ નામની એનજીઓમાં ખાતુ ખોલાવીને દાન માટે કરી હતી અપીલ
મહીસાગરઃ જિલ્લાના ધૈર્યરાજસિંહ રાઠોડને મુંબઈ હોસ્પિટલમાં ઇન્જેક્શન મુકવા માટે એડમિટ કરવામાં આવ્યો છે. મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ધૈર્યરાજને ઇન્જેક્શન મુકવામાં આવશે. રૂપિયા 16 કરોડની માતબર રકમનું ઇન્જેક્શન અમેરિકાથી મુંબઈ આવી પહોંચતા ધૈર્યરાજને એડમિટ કરવામાં આવ્યો છે. ધૈર્યરાજના ઈન્જેક્શન માટે ગુજરાતના ગામે ગામથી લોકોએ ઉદાર હાથે આર્થિક મદદ કરી હતી. જેથી ઈન્જેકશન માટે દાન આપનાર તમામનો ધૈર્યરાજના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ ધૈર્યરાજસિંહની સારવાર માટે ભાણવડના યુવાનોએ 2.32 લાખની રકમ એકઠી કરી
ધૈર્યરાજસિંહ ગંભીર બીમારી SMA-1(સ્પાઇનલ મસ્ક્યુલર એટરોફી ફેક્ટ શીટ)થી પીડાતો હતો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના ધૈર્યરાજસિંહ ગંભીર બીમારી SMA-1(સ્પાઇનલ મસ્ક્યુલર એટરોફી ફેક્ટ શીટ)થી પીડાતો હતો. જેને બચાવવા માટે 16 કરોડ રૂપિયાની કીંમતનું ઈન્જેકશન લગાવવુ જરૂરી હતું. જો કે, એક મધ્યમવર્ગીય પરિવાર પાસે આટલા પૈસા કયાંથી હોય, તેથી તેના પિતાએ ધૈર્યરાજના નામે ઈમ્પેકટ ગુરુ નામની એનજીઓમાં ખાતુ ખોલાવીને દાન માટે અપીલ કરવાનું નક્કી કર્યુ હતું.
આ પણ વાંચોઃ SMA-1 નામની ગંભીર બિમારીથી પીડાતા 3 માસના બાળકની સારવારમાં મદદ માટે મુખ્યપ્રધાનને પત્ર
સોશિયલ મીડીયાના માધ્યમથી લોકો સમક્ષ દાન માટે અપીલ કરી હતી
ઇન્જેક્શન માટેની રકમ ભેગી કરવા તેમને સોશિયલ મીડીયાના માધ્યમથી લોકો સમક્ષ દાન માટે અપીલ કરી હતી. જેમાં 16 કરોડથી પણ વધુ દાન આવતા ઈન્જેકશન મંગાવ્યું હતું. જે ઈન્જેકશન અમેરિકાથી મુંબઈ આવી પહોંચતા ધૈર્યરાજને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે અને ધૈર્યરાજને ઈન્જેકશન મુકવામાં આવશે, તેમ તેના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ.