ETV Bharat / state

મહીસાગરમાં 15 દર્દીએ કોરોનાને આપી માત, તંત્રએ ફુલોથી વધાવી રજા આપી - mahisagar corona news

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. 3 દિવસમાં 33 કોરોના કેસ સામે આવ્યાં છે જેથી તંત્ર સતર્ક બન્યું છે, તો બીજી તરફ 15 જેટલા કોરોનાના દર્દીઓએ કોરોનાને માત આપી છે.

covid-19 patient recovery in mahisagar
મહીસાગરમાં 15 કોરોના દર્દીઓએ કોરોનાને આપી માત
author img

By

Published : May 28, 2020, 10:48 PM IST

Updated : May 29, 2020, 2:58 PM IST

મહીસાગર: મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. 3 દિવસમાં 33 કોરોના કેસ સામે આવ્યાં છે. જેથી તંત્ર સતર્ક બન્યું છે, તો બીજી તરફ 15 જેટલા કોરોનાના દર્દીઓએ કોરોનાને માત આપી છે અને આ દર્દીઓ સાજા થતા આજરોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલ કોવિડ-19 હોસ્પિટલમાંથી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત ઓફિસર બાલાસિનોરની ઉપસ્થિતિમાં દર્દીઓને ફૂલવડે વધાવી રજા આપવામાં આવી હતી. તેમજ કોરાના યોધ્ધાઓનો ઉત્સાહ વધારવા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ તેમને પણ ફુલો વડે વધાવ્યા હતા.

મહીસાગરમાં 15 દર્દીએ કોરોનાને આપી માત, તંત્રએ ફુલોથી વધાવી રજા આપી
મહીસાગર જિલ્લામાં કોરોના કેર યથાવત છે અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. 3 દિવસમાં 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા મહીસાગર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 120 થઈ છે. જેને કારણે તંત્ર સતર્ક બન્યું છે અને જિલ્લા વાસીઓને અપીલ કરે છે કે, કામ વગર બહાર નીકળવું નહીં અને ઘરે જ રહેવું, તો બીજી તરફ જિલ્લા માટે સારા સમાચાર એ પણ છે કે, મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલા કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓમાંથી 15 કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેઓ સ્વસ્થ થતાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિતિમાં દર્દીઓને ફુલો વડે વધાવી રજા આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત ઓફિસર બાલાસિનોર દ્વારા કોવિડ-19 હોસ્પિટલમાં કામગીરી કરતા કોરોના યોદ્ધાઓનું પણ ફૂલો આપી તેમનું બહુમાન કરી કોરોના યોધ્ધાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ સાથે જિલ્લામાંથી 120 કોરોના દર્દીઓમાંથી 60 જેટલા દર્દીઓ સ્વસ્થ થતાં કોરોના દર્દીઓનો સ્વસ્થ થવાનો રેશીયો 50 ટકા પર પહોંચ્યો છે.

Last Updated : May 29, 2020, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.