લુણાવાડાઃ સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-19)નું સંક્રમણ વધી રહ્યું છે. જેને રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પગલાં લેવાઈ રહ્યા છે. મહીસાગર જિલ્લામાં કોરોનાને લઈને તંત્ર વધુ સતર્ક બનતા રવિવારથી જિલ્લામાં કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં કોરોનાને લઈને તંત્ર વધુ સતર્ક બન્યું છે. મહીસાગર જિલ્લામાં આજથી કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં નગરપાલિકા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થઈને 250 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેની કામગીરી એકજ અઠવાડિયામાં પૂરી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર આર.બી.બારડના જણાવ્યા મુજબ 16 જેટલા સિમટોમેટિક લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ કરાવતા તે તમામ 16 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
હાલમાં મહીસાગર જિલ્લામાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ કેસ નોધાયો નથી. 250 જેટલા સિમટોમેટિક લોકોના એક, બે, કે ત્રણ મલ્ટિપલ હોય તો પણ તેને નક્કી કરીને તમામ વિસ્તારોને સપ્રમાણ રીતે વહેંચીને સેમ્પલ ટેસ્ટ કરવામાં આવશે.