મહીસાગર: જિલ્લામાં કોવિડ-19 ના કુલ 150 કેસ નોંધાયા છે. બાલાસિનોર નગરપાલિકામાં સમાવિષ્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ વિસ્તારમાં 5 ઘરોને કોવિડ-19 કંટેન્ટમેંટ ઝોન તરીકે જાહેર કરી આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.
- મહીસાગર જિલ્લામાં કોવિડ-19ના કુલ 150 કેસ નોંધાયા
- બાલાસિનોરમાં કોલેજ કેમ્પસ વિસ્તારમાં covid-19 પોઝિટિવ કેસ નોંધાયો
- આ વિસ્તારને આવરી લેતાં મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે
આવશ્યક સેવાઓ અને સરકારી વ્યવસ્થાપનની સાથે જણાવવા સિવાયની પરવાનગી વગર વસ્તુને આવવા-જવાની પ્રવૃત્તિ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે. બાલાસિનોર નગરપાલિકાના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ 5 ધર વિસ્તાર સિવાયના આઈ.ટી.આઈ કોલેજ, લાલા ફાર્મ, રિલાયન્સ પેટ્રોલ પંપ, સામે દેવીપુજક વાસ, વિસ્તારને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારની હદને સીલ કરવામાં આવી છે. આ તમામ વિસ્તારમાં આવશ્યક સેવા પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ રસ્તો ખુલ્લો રાખવામાં આવશે. આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગામની અંદર માત્ર સવારે 7:00થી સાંજના 7:00 સુધી મુક્તિ આપવામાં આવી છે.