લુણાવાડાઃ મહીસાગર જિલ્લાના લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંકલનની બેઠક જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક (મુ.મ.) અને નોડલ અધિકારી વી.એમ.ચૌહાણની અધ્યક્ષતામાં અને મહીસાગર જિલ્લાના તમામ તાલુકાના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરો તેમજ મિસિંગ સેલનો સ્ટાફ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સંબોધન ચૌહાણે સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંકલન અંગે થયેલી બંને વિભાગોની કામગીરીની સમીક્ષા સાથે ચર્ચા-વિચારણા કરી જરૂરી સલાહ સૂચનો કર્યાં હતાં. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નિરવભાઈ પંડ્યા દ્વારા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-2015 અને ગુજરાત રૂલ્સ-2019 સબંધિત કાયદાકીય જોગવાઈઓની માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે લીગલ કમ પ્રોબેશન ઓફિસર સતિષભાઈ પરમાર દ્વારા સોશિયલ બેકગ્રાઉન્ડ રીપોર્ટ ફોર્મ-1 ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરે ભરવા અંગેની જરૂરી જાણકારી આપી હતી.