કોંગ્રેસનાં અમિત ચાવડાએ લિંમડી ટીંબા ગામની મુલાકાત લઈ પાણીના પ્રશ્ને ચર્ચા કરી
મહીસાગર:-
મહીસાગર જીલ્લામાં ગત સમયમાં ખૂબ ઓછો વરસાદ પડયો હતો, જેને કારણે તળાવ, કુવા, નદીઓ અને જળાશયોના
સ્તર નીચા ગયા છે અને પાણીની આવક પુરતા પ્રમાણમાં થઇ નથી. જેથી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં લોકોની મુશ્કેલીમાં
વઘારો થયો છે. ભર ઉનાળા સુરજ દાદા આગ વરસાવી રહ્યા છે ત્યારે જિલ્લાના અંતર્યાળ વિસ્તારમાં ખેડૂતોને જીવવા માટે
અમૃત સમાન પાણી ન મળતા જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા, કડાણા, અને સંતરામપુર અને ખાનપુર તાલુકાનાં ગામોમાં
પાણીની સમસ્યા વિકટ બની છે. જેને લઈને આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મહીસાગર જિલ્લાના ખાનપુર
તાલુકાનાં અંતર્યાળ લિંમડી ટીંબા ગામના લોકો સાથે મુલાકાત કરી હતી અને ગ્રામજનોનો પાણીના પ્રશ્ને ચર્ચા કરી હતી.
મહીસાગર જીલ્લામાં ઉનાળો શરૂ થતાજ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં લોકો પાણી માટે તરસી રહ્યા છે, પીવાનું
પાણી તેમજ ખેતી માટે અને પશુઓને ઘાસ ચારો ઉગાડવા જેટલું પાણી જિલ્લાના અંતર્યાળ વિસ્તારોમાં મેળવવું લોકોને મુશ્કેલ
બન્યું છે. ત્યારે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પાણી અછતગ્રસ્ત ફળિયામાં
પાણી ભરવા આવેલ મહિલાઓ અને ગ્રામજનોની તકલીફ સાંભળી હતી. ગામના 60 ઘરો વચ્ચે એકજ હેન્ડ પમ્પ અને એમાં
પણ ડહોળું પાણી આવતા સરકારને આડે હાથ લીધી હતી. તેમજ આજે મતદાન પૂરું થતા કોંગ્રેસની સરકાર આવશેનો દાવો
કર્યો છે.
તેમણે જણાવ્યુ હતું કે જે જીલ્લામાં કડાણા ડેમ,ભાદર ડેમ હોય અને તે જિલ્લાના 15 કિ.મી. વિસ્તારમાં પાણી સરકાર
કેમ ન આપી શકે ? એક હેન્ડપંપને 15 થી 20 મિનિટ સુધી હલાવતા માંડ 4 થી 5 લિટર પાણી મળે છે અને એ તેપણ ડહોળું,
આ ઉપરાંત 2003 માં કારન્ટા જૂથ યોજનાની જાહેરાત કરી હતી અને તેને 2007 માં પૂર્ણ કરી, આ યોજનાને 15 વર્ષ વીતી
જતાં આજે આ વિસ્તારના લોકોને પાણી નથી મળી રહ્યું જેથી લોકોમાં ખુબજ આક્રોશ છે. લોકોને પીવાનું પાણી, ઘાસ ચારાની
કોઈ વ્યવસ્થા નથી, સરકાર દવાઓ મોટા કરેછે પણ ગ્રાઉંડ રિયાલીટી વિપરીત છે, દાવાઓ અને વાસ્તવિકતામાં ખૂબ ફરક છે.
લોકસભા ચૂંટણી વોટિંગનો આજે અંતિમ દિવસ હતો, 2014 માં દેશની જનતાએ વિશ્વાસ સાથે મોદી સરકારને વોટ આપી સરકાર
બનાવવા મેંડેટ આપ્યું હતું પરંતુ પાંચ વર્ષમાં તમામ ક્ષેત્રમાં સરકાર નિષ્ફળ રહી છે. અન્યાય અને અત્યાચારી શાસન થયું,
ભ્રષ્ટાચારની હારમાળા સર્જાઈ, જે વાયદા વચન આપ્યા હતા તે પૂર્ણ ન થયા, એજ કારણસર દેશના લોકોએ આ ચુંટણીમાં તમામ
તબક્કાના મતદાનમાં પરીવર્તન માટે મત આપ્યા છે. દેશના લોકોએ અન્યાયની સામે ન્યાય માટે મત આપ્યા છે, સંવિધાન અને
લોકસાહીના રક્ષણ માટે મત આપ્યા છે.