ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં આજથી 240 શાળામાં શેક્ષણિક કાર્યનો પ્રારંભ - CoronaVirus News

ગુજરાત સરકારના આદેશ મુજબ આજથી (સોમવાર) ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ થતાં મહીસાગર જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક થઇ કુલ 240 શાળાઓમાં સરકારની ગાઇડ લાઈન પ્રમાણે શેક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે. જેથી વિદ્યાર્થીઓના ચહેરા પર આજે ખુશી જોવા મળી હતી.

Etv Bharat, Gujarati News, Mahisagar News
મહીસાગર જિલ્લામાં આજથી 240 શાળામાં શેક્ષણિક કાર્યનો પ્રારંભ
author img

By

Published : Jan 11, 2021, 1:31 PM IST

  • સરકાર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શેક્ષણિક કાર્ય શરૂ
  • મહીસાગરમાં કોરોના ગાઈડ લાઈન મુજબ પાલન 240 શાળાઓ શરૂ
  • વિધાથીઓને પ્રવેશ આપતા પહેલા સેનેટાઈઝ અને માસ્કનો અવશ્ય ઉપયોગ
  • વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકોમાં જાગૃતતા આવે તે માટે બેનરો, સ્ટીકરો લાગ્યા
  • શૈક્ષણિક કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી

મહીસાગરઃ આજથી સમગ્ર રાજયમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં પણ આજથી ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શેક્ષણિક કાર્યનો પ્રારંભ થઇ ચૂક્યો છે.

વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકોમાં જાગૃતતા આવે તે માટે બેનરો, સ્ટીકરો લાગ્યા

જિલ્લામાં આવેલી તમામ તાલુકાની શાળાઓના ભવનોમાં, વર્ગખંડોમાં અને વર્ગખંડો બહાર વગેરે જગ્યાઓ પર કોરોના ગાઈડ લાઈન મુજબનું ચુસ્તપણે પાલન થાય છે. વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકોમાં જાગૃતતા આવે તેવા ઉમદા હેતુસર બેનરો, સ્ટીકરો ચોંટાડી દેવાયા છે અને સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

મહીસાગર જિલ્લામાં આજથી 240 શાળામાં શેક્ષણિક કાર્યનો પ્રારંભ

મહીસાગરમાં કોરોના ગાઈડ લાઈન મુજબ પાલન 240 શાળાઓ શરૂ

મહીસાગર જિલ્લામાં 240 સ્કૂલો આવેલી છે. જેમાં ધોરણ 10 માં 16,761 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 8,253 વિદ્યાર્થીઓ મળી કુલ 25,014 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ પાસેથી સંમતિ પત્રક લઈ તેમને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અંદાજિત 300 દિવસ બાદ આજે શેક્ષણિક કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ થાય નહીં તે માટે શાળાઓમાં સેનેટાઈઝેશનની કામગીરી પણ કરવામાં આવી છે અને વિધાથીઓને પ્રવેશ આપતા પહેલા તેમને સેનેટાઈઝ અને માસ્કનો ઉપયોગ અવશ્ય કરવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.